ઠાંસા(ભાવનગર): ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતના ધજાગરા ઉડાડતી એક ઘટનાએ યુવાન દીકરીઓની જિંદગીને લઈને માતાપિતાને વિચાર કરવા મજબુર કરી દીધા છે. ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં યુવતીને ગામના યુવકે મરવા મજબુર કરી હતી. ગળાફાંસો ખાઈ લીધા બાદ મળેલી સુસાઇડ નોટને પગલે ન્યાય મંગાઈ રહ્યો છે. નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે યુવાનને ઝડપી લીધો હતો.
યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ માનસિક ત્રાસ:ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામમાં રહેતા રામજીભાઈની 27 વર્ષીય દીકરીએ ગામના સચિન નામના યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સચિન વોરા નામના યુવકે યુવતીને માનસિક ત્રાસ આપીને ઘરની અગાસી પર ઝેરી બોટલ ફેકીને મરી જવા મજબુર કરી હોવાના પરિવારના આક્ષેપ થયા છે. રામજીભાઈની દીકરીએ જીવ ટૂંકાવતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં તેના ધેરા પડઘા પડ્યા છે અને દીકરીઓની સલામતી માટે રાજ્યના ગૃહમંત્રી પાસે આવારા તત્વ જેવા યુવક સામે પગલાં ભરવા પરિવારજનોની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:Surat Crime: અભ્યાસ છોડી નોકરી માટે આવેલા યુવાને કરી આત્મહત્યા, મેરી મોત કા જવાબદાર મૈં
શું છે ઘટના: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાસા ગામે ખેતી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર દીકરીએ ભરેલા પગલાં બાદ આફત તૂટી પડી હતી. બનાવની વિગત મુજબ સચિન વોરા નામનો યુવક રવિનાબેન કાનાણી નામની 27 વર્ષીય યુવતીને છેલ્લા બે મહિનાથી લગ્ન કરવા માટે દબાણ કરીને ધાકધમકી આપતો હતો. સુસાઇડ નોંટમાં સચિન પાસે તેના લેપટોપમાં ફોટાઓ રવીનાના હોઈ જેને વાયરલ કરી બ્લેકમેલિંગ કરતો હતો. રવીનાના ભાઈ,પિતા અને પરિવારમાં ફોટા વાયરલ કર્યા બાદ કંટાળીને રવિનાએ 10 જાન્યુઆરીના રોજ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો:family attempt suicide : એવુ શું થયું કે આખા પરિવારે મોતનો માર્ગ અપનાવ્યો
દીકરીને વારંવાર ત્રાસ:રામજીભાઈની દીકરી રવિના કાનાણી નામની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ઘરકામ કરી જીવન જીવી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી ગામનો સચિન વોરા નામના યુવકે દીકરીને વારંવાર ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરી હતી. રવીનાના સુસાઇડ નિટમાં અંતિમ શબ્દ હતા કે "સોરી પપ્પા મને માફ કરજો આ પગલું તમને પૂછ્યા વગર ભરુ છું". પરિવાર સવાલ કરી રહ્યો છે કે આમાં મહિલાઓ અને યુવતીઓ સલામત ક્યાં છે. ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે ગારીયાધારના ઠાંસા ગામે યુવતીએ આત્મહત્યા કરવાની ઘટના બની છે તેમ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આગળ તપાસ ચાલી રહી છે.(bhavnagar suicide case )