- મહુવામાં બસ સ્ટેન્ડ રોડ ઉપર પાર્ક કરેલી કાર સળગી
- સળગતા કચરાના ઢગ ઉપર ગાડી પાર્ક કરી જમવા ગયા
- પોતે જાણતા હોવા છતાં કે નીચે કચરો સળગે છે છતાં ગાડી પાર્ક કરી
ભાવનગર : મહુવાના બસસ્ટેન્ડ રોડ ઉપર આવેલી એક રેસ્ટોરન્ટની સામે એક કારચાલક કાર પાર્ક કરી રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. ત્યાં અચાનક કારમાં આગ લાગતા કાર સળગી ઉઠી હતી. બનાવની વિગત મુજબ મહુવામાં બસસ્ટેન્ડ રોડ ઉપર આવેલી એક રેસ્ટોરન્ટની સામે રોડ ઉપર અને સળગતા કચરાના ઢગ ઉપર નિશાન કંપનીની ગાડી નંબર જીજે 05 જેબી 5055 ભડ ભડ સળગી ઉઠી હતી. મૂળ આંબરડી જોગીદાસ ખુમાણના રજનીભાઇ કસવાલા કોઈ કામ માટે મહુવા આવેલા અને બપોરના સમયમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં રેસ્ટોરન્ટની સામે સળગતા કચરાના ઢગ ઉપર ગાડી પાર્ક કરી હતી. ત્યારે ગાડી સળગી ઉઠી હતી.