ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં એક દિવસમાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 150 લોકો સંક્રમિત

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં જે રીતે છૂટ આપી પરિસ્થિતિ પૂર્વવત કરવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક સ્તરે વધ્યુ છે. જેમાં ભાવનગરમાં એક સાથે 8 કેસ નોંધાતા લોકોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. આ સાથે શહેરમાં 150 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

ભાવનગરમાં એક દિવસમાં 8 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ 150 લોકો સંક્રમિત
ભાવનગરમાં એક દિવસમાં 8 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ 150 લોકો સંક્રમિત

By

Published : Jun 10, 2020, 7:39 PM IST

ભાવનગર: શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે લોકડાઉનથી મળેલી રાહત બાદ ભાવનગરમાં કોરોના કેસની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. તો સ્વસ્થ થવાની ટકાવારી પણ સામે 60 ટકા આસપાસ રહી છે.

ભાવનગરમાં બુધવારે એકસાથે 8 કેસ સામે આવતા શહેરમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 150 પર પહોંચી છે. તેમજ 2 વ્યક્તિ મૃત્યુ પામતા મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે. આ સાથે જ 4 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ 114 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 28 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે બુધવારે નોંધાયેલા 8 કેસમાંથી 5 દર્દીઓ અમદાવાદથી આવેલા છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે.

ABOUT THE AUTHOR

...view details