ગુજરાત

gujarat

ETV Bharat / state

આશીર્વાદરૂપ બની રહી છે રો રોપેક્ષ ફેરી સર્વિસ, રો રો ફેરીમાં 8 કન્ટેનરો પહોંચ્યા ભાવનગર - Ro Ro ferry

સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરતી ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસ આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે હવે બેંગલોર સ્થિત હોન્ડા કંપની દ્વારા પણ હવે પોતાના વાહનોના કન્ટેનરને રો-રોપેક્ષ ફેરી મારફતે મોકલવાનું પ્રારંભ કર્યું છે. જેમાં આજે હોન્ડા કંપનીની બાઈક ભરેલા આઠ કન્ટેનરો ઘોઘા બંદરે આવી પહોચ્યા હતા.

Ro RO
Ro RO

By

Published : Dec 2, 2020, 10:55 AM IST

  • ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસનું બુકિંગ ૧૩ તારીખ સુધી ફૂલ
  • લોકો હવે અવર જવર માટે રો રોપેક્ષને વધુ પસંદ કરી રહ્યા છે
  • બેંગલોરથી હોન્ડા કંપનીના વાહનો ભરેલા 8 કન્ટેનર ઘોઘા પહોંચ્યા
  • સમય,રૂપિયાની બચત સાથે સુરક્ષિત મુસાફરી બની રહી છે આશીર્વાદરૂપ

    ભાવનગરઃ સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરતી ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસ આશીર્વાદરૂપ બની રહી છે. વર્તમાન સમયમાં આ ફેરી સર્વિસ હાલ ફૂલ જઈ રહી છે. ત્યારે હવે બેંગલોર સ્થિત હોન્ડા કંપની દ્વારા પણ હવે પોતાના વાહનોના કન્ટેનરને રો-રોપેક્ષ ફેરી મારફતે મોકલવાનું પ્રારંભ કર્યું છે. જેમાં આજે હોન્ડા કંપનીની બાઈક ભરેલા આઠ કન્ટેનરો ઘોઘા બંદરે આવી પહોચ્યા હતા.
આશીર્વાદરૂપ બની રહી છે રો રોપેક્ષ ફેરી સર્વિસ

રોપેક્ષ ફેરીમાં આવ્યા હોન્ડા કંપનીના કન્ટેનરો

ઘોઘા-હજીરા રો-રોપેક્ષ ફેરી સર્વિસ વર્તમાન સમયમાં લોકો માટે અને ખાસ સુરત અને મુંબઈ સહિતના વિવિધ રાજ્યોમાંથી આવતા લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. લોકો મુસાફરી સાથે દરિયાઈ મુસાફરીનો આનંદ માણવા પણ રો રોપેક્ષ ફેરીની મુસાફરી કરે છે. જયારે વાહન ચાલકોને સમયની બચત, વાહનનું મેન્ટેનન્સ ઘટે છે અને અકસ્માતના ભય વગર 8 કલાકની મુસાફરી માત્ર ૪ કલાકમાં પૂર્ણ કરે છે. હાલના સંજોગોમાં આ ફેરી સર્વિસનું 13 તારીખ સુધી ફૂલ બુકિંગ થઇ ચુક્યું છે.

જે રો-રોપેક્ષ સર્વિસની સફળતા બતાવે છે. ત્યારે આજે આ ફેરી સર્વિસ માટે અતિ મહત્વપૂર્ણ કહી શકાય તેવી બાબત કે જેમાં બેંગલોર સ્થિત હોન્ડા કંપની કે જેના બાઈક, સ્કુટરો તમામ જગ્યાઓ પર કન્ટેનર મારફતે બાય રોડ મોકલવામાં આવી રહ્યા છે, જે હવે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પોતાના વાહનો ભરેલા કન્ટેનરો મોકલવા રો રોપેક્ષ ફેરીનો ઉપયોગ કરી રહ્યા છે. આજે હોન્ડા કંપનીના આઠ કન્ટેનરો બેંગલોરથી હજીરા થઇ ઘોઘા ખાતે આવી પહોચ્યા હતા. જ્યાંથી તેઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જવા રવાના થયા હતા.

ઈન્ડિગોના સીઇઓ સાથે વાતચીત

આ તકે શીપમાં સાથે રહેલા ઈન્ડીગોના સી.ઈ.ઓ સાથે પણ ખાસ વાતચીત કરતા તમણે જણાવ્યું કે, આજ માટે ખાસ મહત્વની બાબત કે જેમાં બેંગલોરથી હોન્ડા કંપનીના જે વાહનો ભરેલું કન્ટેનર કે જે લોડીંગ હોવાના કારણે સુરતથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પહોંચતા ૨૪ કલાક જેટલો સમય લાગે છે તે હવે માત્ર ૭ થી ૮ કલાકમાં પહોચી રહ્યા છે, જયારે લોકો હવે આ ફેરી સર્વિસની મુસાફરીને પસંદ કરી રહ્યા છે અને બુકિંગ પણ ફૂલ થઇ રહ્યું છે. ત્યારે દીવ, દમણ, મુંબઈ સહિતને જોડતી ફેરી સર્વિસ સેવા શરુ કરવામ આવશે અને જેના માટે બીજા શીપની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details