ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના 74 કેસ, અગ્ર સચિવ ભીંસમાં મુકાયા કહ્યું, જ્યા બાકી હશે ત્યાં સર્વે કરાવીશું - આરોગ્ય સચિવ

રાજ્યમાં કોરોના કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મંગળવાર સુધી 74 કેસ રાજ્યમાં નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ કોરોના વાઈરસને લઈને જે કામગીરી કરી રહી છે, તેમાં જુઠ્ઠાણા જ ફેલાવી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ ભીંસમાં મુકાયા હતા. તેમણે જણાવ્યું કે, જ્યા બાકી હશે ત્યાં સર્વે કરાવીશું. રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

74-corona-cases-in-the-state-the-frontier-secretary-was-under-presser-we-will-survey-wherever-there-is-left
રાજ્યમાં કોરોનાના 74 કેસ, અગ્ર સચિવ ભીંસમાં મુકાયા

By

Published : Mar 31, 2020, 11:50 PM IST

ગાંધીનગરઃ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યના સવા 6 કરોડ લોકોનો સર્વે કરવામાં કરોડ લોકોનો સર્વે કરવામાં આવી ગયો છે. પરંતુ કેવી રીતે આ સર્વે કરવામાં આવે કરવામાં આવે છે, તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

રાજ્યમાં કોરોનાના 74 કેસ, અગ્ર સચિવ ભીંસમાં મુકાયા

આ સમયે રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. મંગળવાર સાંજે નવો એક કેસ સામે આવ્યો હતો. સુરતમાં 28 વર્ષીય લોકલ યુવક પોઝિટિવ આવ્યો છે, જ્યારે સવારે એક અમદાવાદના 55 વર્ષના પુરૂષ, ગાંધીનગરના 32 વર્ષની એક મહિલા અને એક 26 વર્ષના રાજકોટના પુરૂષનો કેસ છે. જે તમામ લોકલ ટ્રાન્સમિશન ધરાવે છે.

જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડૉ. રવિએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં 24, સુરતમાં 10, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

73 કેસ પોઝિટિવ છે જેમાં 60 દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા 5 દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના લોકોને ગુમરાહ કરવામાં આવતો હોય તેવું જોવા મળી રહી છે.

સવારે આપવામાં આવેલા આંકડામાં અને સાંજે આપવામાં આવેલા આંકડામાં પણ ફેરફાર જોવા મળતો હતો. પતિ-પત્ની એક જગ્યા હોવા છતાં એક કેસ ગાંધીનગર અને એક કેસ રાજકોટમાં બતાવ્યો હતો. બીજી તરફ સાંજે આપવામાં આવેલા આંકડામાં તફાવત જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details