ભાવનગર: કોરોનાને પગલે કલેકટર દ્વારા 64 કેદીઓને છોડવામાં આવ્યા છે. કોરોનાની અસરને કારણે તંત્ર દ્વારા હાલ પેરોલ પર કેદીઓને છોડવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર જિલ્લા જેલ ખાતે જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં એક પછી એક કેદીઓને છોડવામાં આવ્યા હતા. કેદીઓને તેમના સામાન સાથે ઘરે જવાની પરવાનગી આપવામાં આવી હતી.
કોરોના ઇફેક્ટ: ભાવનગરમાં 64 કેદીઓને પેરોલ પર મુક્ત કરાયા - CoronaVirus Effect
ભાવનગરમાં બે દિવસ પૂર્વે કેદીઓની હડતાળ બાદ હવે તંત્રએ કાચા અને પાકા કામના કેદીઓને મુક્તિ આપી છે. ભાવનગર કલક્ટરે 12 કેદીને 14 એપ્રિલ સુધી તો અન્ય કેદીઓને હાઇકોર્ટની સૂચના મુજબ બે માસ માટે પેરોલ પર મુક્તિ મળી હતી.

Bhavnagar Jail
ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલ નજીક આવેલી જિલ્લા જેલ પર કાચા અને પાકા કામ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા જેલમાંથી 12 કેદીને ભાવનગર કલેકટરના આદેશથી પેરોલ પર 14 એપ્રિલ સુધી મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર અને બોટાદ 54 કેદીઓને હાઇકોર્ટની સૂચના મુજબ બે માસ માટે મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેદીઓ કાચા અને પાકા કામના કેદી છે, જેઓને સાત વર્ષ નીચેની સજા મળેલી છે. જો કે, બે દિવસ પૂર્વ કેદીઓ દ્વારા વિરોધ અને હડતાળ જેલમાંથી મુક્તિ માટે કરાઇ હતી.