- ભાવનગરના શેત્રુંજી ડેમ 59 દરવાજા ખોકવામાં આવ્યા તો બે ફૂટ ઉપર પાણી વહેતુ થયું
- નીચાણવાળા 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યા તો શેત્રુંજી ડેમનો રમણીય દ્રશ્ય
- શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા
ભાવનગર: જિલ્લાના પાલીતાણા આવેલા શેત્રુંજી ડેમ મોડી રાત્રે 2 કલાકે 34 ફૂટની ઓવરફ્લો સપાટીએ પોહચી ગયો હતો. ડેમમાં પાણીની આવક 34 ફૂટ ઉપર એક ફૂટ એક ઇંચ થતા પ્રથમ 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 20 દરવાજા ખોલ્યા બાદ પાણીનો પ્રવાહ 1800 ક્યુસેક હતો. ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થતાં સવારે 6 કલાકે 94,40 ક્યુસેક પાણીની આવક થતા અને 1.6 ફૂટ દરવાજા ઉપરથી પાણી વહેતા 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે સવારે 9 કલાકે 59 દરવાજા ખોલવા છતાં દરવાજા ઉપરથી 2 ફૂટ ઉપર પાણી 1,5340 ક્યુસેક વહેતુ થયું હતું. આથી નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા તો 17 ગામોને એલર્ટ કરાયા : નીચાણવાળા ગામડાઓ એલર્ટ આ પણ વાંચો:તાપી: સોનગઢનો 109 વર્ષ જૂનો ઐતિહાસિક Dosvada dam Overflow થયો
શેત્રુંજી ડેમ ઓવરફ્લો રમણીય દ્રશ્ય અને ગામો ક્યાં એલર્ટ પર મુક્યા
ભાવનગર જિલ્લાનો શેત્રુંજીનડેમના કુલ 60 દરવાજામાંથી 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને દરવાજા ઉપર 2 ફૂટ પાણી વહેતા અને 1,5340 ક્યુસેક પાણીનો ધોધમાર બેહતો પ્રવાહથી ઓવરફલોના દ્રશ્યો રમણીય બન્યા હતા. ઉપર વાદળો વચ્ચે વહેલી સવારના દ્રશ્યોમાં વહેતું દરવાજામાંથી પાણી આહલાદક અને કુદરતની મહેક છલકાવતું હતું. જ્યારે શેત્રુંજી ડેમ બાદ તળાજા સુધી દરિયા સુધી વચ્ચે આવતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે નદી કાંઠેથી લોકો દૂર રહે અને સાવચેત રહે. ગામોને એલર્ટ કરવામાં આવ્યા તેમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા,માયધાર અને મેઢા છે જ્યારે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ,પિંગળી,ટીમાણા,શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામનો સમાવેશ થાય છે.