- ભાવનગરમાં રોજના કોરોનાના કેસનો આંકડો 50ની આસપાસ
- શહેરમાં અનલોકનો પ્રારંભ છતાં કેસમાં વધારો
- કોરોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતા અને ભય
- ભાવનગર શહેરમાં કોરોનાના કેસો 3658 આજદિન સુધી નોંધાયા
ભાવનગર : શહેરમાં કોરોનાના આંકડામાં ઘટાડો જોવા મળતો નથી. શહેરમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાં તા. 17 સપ્ટેમ્બરના રોજ કોરોનાના 55 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે. જોકે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ જિલ્લાનો આંકડો 3658 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 20 થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે.
શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તા. 17 સપ્ટેમ્બરના દિવસે 55 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.