ચાડા રતનપર ગામે કેરી નદીમાં ન્હાવા પડેલા એક પરિવારના 5 લોકો ડૂબી જતાં મોત - વલ્લભીપુર
ભાવનગર: જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચાડા રતનપર ગામે રહેતા દેવીપૂજક પરિવારના અમુક લોકો બપોરનું ભોજન પતાવી ત્યાંથી પસાર થતી કેરી નદીમાં ન્હાવા ગયા હતા.પરિવારના આશરે 10 જેટલા લોકો નદીમાં નાહ્વા ગયા હતા તે દરમિયાન ન્હાવા પડેલા એક યુવતી નદીનું તળ ઊંડું હોવાને કારણે ડૂબવા લાગતા ન્હાવા પડેલા પરિવારના અન્ય સભ્યો તેને બચાવવા જતા તે પણ ડૂબવા લાગ્યા હતા.
ચાડા રતનપર ગામે કેરી નદીમાં ન્હાવા પડેલા એક પરિવારના 5 લોકો ડૂબી જતાં મોત
ઘટનાની જાણ ગ્રામજનોને થતા તરવૈયાઓ એ ખૂબ જહેમત કરી પરિવારના 5 સભ્યોને બચાવી લીધા હતા. તેમજ 4 વ્યક્તિઓ ડૂબી જતાં તેઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવતીને બેભાન હાલતે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. આમ પરિવારના 2 યુવક, 2 યુવતી, તેમજ એક આધેડ સહિત 5 જેટલા વ્યક્તિઓના મોત નિપજતા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા તંત્ર પણ તાબડતોબ સ્થળ પર પહોંચી તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.