ભાવનગર: તનિષ્ક શો રૂમના ડીલર મુકેશભાઈ જોધવાણીની 29 જાન્યુઆરીના રોજ અપહરણ કરવામાં આવ્યું અને એક કરોડની ખંડણી લેવામાં આવી હતી. ફરિયાદ એક માસ બાદ નોંધાય અને પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે.
તનિષ્ક શો રૂમના એજન્ટ મુકેશભાઈ જોધવાણીનું 29 જાન્યુઆરીના રોજ અપહરણ પાંચ શખ્સોએ કારમાં બેસાડીને કાળિયાબીડની ટાંકી પાસેથી કર્યું હતું. મુકેશભાઈને અવાવરું જગ્યાએ લઇ જઇ ગોંધી રાખીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોતના ડર મુકેશભાઈએ એક કરોડની વ્યવસ્થા કરી આપી હતી જેમાં રોકડ 50 લાખ અને 50 લાખના ઘરેણાં ખંડણીમાં લેવામાં આવ્યા હતા. જોકે ખંડણી આપ્યા બાદ તેનો છુટકારો થયો અને એક માસ સુધી વાત છુપાવી રાખી હતી.
જવેલર્સના શો રૂમના એજન્ટના અપહરણ મામલે મુખ્ય આરોપી સહિત પાંચ ઝડપાયા - તનિષ્ક શો રૂમના ડીલર મુકેશભાઈ જોધવાણીનું અપહરણ
જવેલર્સના એજન્ટના અપહરણ ખંડણી મામલે મુખ્ય આરોપી સહિત પાંચ ઝડપાયાBody:ભાવનગર ખાનગી જવેલર્સ મામલે એજન્ટના અપહરણ અને ખંડણી મામલે પોલીસે મુખ્ય માસ્ટર માઈન્ડ કલ્પેશ કોતર અને અન્ય આરોપી મળી પાંચની ધરપકડ કરી આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જવેલર્સના શો રૂમના એજન્ટના અપહરણ મામલે મુખ્ય આરોપી સહિત પાંચ ઝડપાયા
મુકેશભાઈને મિત્ર વર્તુળમાંથી હિંમત મળતાં તેને અંતમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કામગીરી હાથ ધરી હતી.પોલીસે ટૂંકા સમયમાં પ્રથમ ત્રણ અને બાદમાં વધુ બે ને ઝડપીને મુદ્દામાલ પણ કબજે લીધો છે. સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે કપો કોતર પણ ઝડપાયો છે.
TAGGED:
અપહરણ