ભાવનગર:મહુવા તાલુકાના નાના જાદરા ગામે પસાર થતી માલણ નદીમાં ચાર્યુવાનો ડૂબ્યા હતા. એક જ ગામના ચાર યુવાનો અને તેમાં પણ સગા ત્રણ ભાઈઓ ડૂબ્યા હતા. બનાવ બાદ નાયબ મામલતદાર સહિત પોલીસ અને ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા મોડી રાત સુધીમાં ત્રણ મૃતદેહો શોધવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક મૃતદેહ નહિ મળતા બીજા દિવસે શોધખોળ કરી હતી. અંતે ચોથા યુવકનો પણ મૃતદહે મળી આવ્યો છે.
Bhavnagar News: માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ - 3 cousins drowned in Malan river
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા નાના જાદરા ગામે માલણ નદીમાં ચાર યુવાનો ડૂબતા મૃત્યુ નિપજ્યા છે. ચારેય યુવકોના મૃતદેહો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ રૂપાવટી ગામના ૪ ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે.
Published : Aug 27, 2023, 9:47 AM IST
ચાર યુવાનો ડૂબ્યા:ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી નીકળતી માલણ નદીમાં ચાર યુવાનો ડૂબવાની ઘટના ઘટી છે. નાના જાદરા ગામે પસાર થતી માલણ નદીમાં 26 તારીખે અંદાજે 3.30 કલાકે ચાર યુવાનો નાહવા પડ્યા હતા. એક બાદ એક પાણીમાં ગરકાવ થતા આસપાસના લોકોને ખ્યાલ આવતા સ્થાનિક તંત્રને જાણ કરી હતી. બનાવ બાદ સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું. નાયબ મામલતદાર બી.ડી મેરે જણાવ્યું હતું કે રૂપાવટી ગામના ચાર યુવાનો છે. નાના જાદરા ગામ નજીક વાડીમાં તાર ફેંસિંગનું કામ કરવા આવ્યા હતા. ત્યાર બાદ નાહવા પહોંચ્યા હતા ત્યારે ડૂબવાની ઘટના ઘટી છે.
એક જ પરિવારના યુવકો ડૂબ્યા:માલણ નદીમાં નાહવા પડેલા ચાર યુવાનોમાં ત્રણ સગા ભાઈઓ છે. જ્યારે એક અન્ય યુવાન છે. પરંતુ એક જ કુટુંબમાંથી ચાર યુવાનો આવે છે. નાહવા ગયા અને ડૂબેલા વ્યક્તિમાં 28 વર્ષીય હાર્દિકભાઈ દેવચંદભાઇ મારુ, 22 વર્ષીય મારૂ કિશોરભાઈ દેવચંદભાઈ, 25 વર્ષીય ભાવેશ દેવચંદભાઈ મારૂ અને 18 વર્ષીય મહેન્દ્રભાઈ દામજીભાઈ મારુ યુવાનોનો સમાવેશ થાય છે. ચારેય યુવાનો રૂપાવટી ગામના રહેવાસી છે અને કામ અર્થે નાના જાદરા નજીક કામ હેતુ આવ્યા હતા.