ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ, જુઓ રથયાત્રાનો રમણીય દ્રશ્યો

ભાવનગર શહેરમાં 17 કિલોમીટરના માર્ગ ઉપર 38મી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ થઈ હતી. વહેલી સવારે સૂર્યોદય પહેલાના દ્રશ્યો અને બાદમાં રથયાત્રાના પ્રારંભ પહેલાથી લઈને પૂર્ણ થઈ ત્યાં સુધી ભાવનગરમાં યોજાયેલ રથયાત્રા વિશેનોનો ચિતાર ETV BHARATએ દર્શાવ્યો છે. જુઓ

ETV BHARAT
ETV BHARAT

By

Published : Jun 20, 2023, 6:46 PM IST

ભાવનગર શહેરમાં 38મી રથયાત્રાના અદભૂત દ્રશ્યો

ભાવનગર: ભાવનગર શહેરમાં 38મી રથયાત્રા યોજાઈ હતી. સંતો મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા છેડાપોરા વિધિ અને પહિંદ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાવનગર શહેરના ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલ પંડ્યા અને સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ભાજપના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 8 કલાક બાદ રથયાત્રાને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બપોર સુધીમાં 7 કિલોમીટર જેટલી રથયાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. જગતના નાથના દર્શન કરવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

બપોર સુધીમાં 7 કિલોમીટર જેટલી રથયાત્રા પૂર્ણ

ભગવાનની પહિંદ વિધિ: સુભાષનગર જગન્નાથ મંદિરે વહેલી સવારમાં ભગવાનના આખેથી પાટા ખોલવામાં આવ્યા અને છેડાપોરા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. રથમાં ભગવાનની પહિંદ વિધિ કરવામાં આવી હતી. પહિંદ વિધિમાં મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે સોનાની સાવરણીથી કરાઈ હતી. પહિંદ વિધિ એટલે સાફ સફાઈ કે જેમાં રથમાં ભગવાન આગળ કરવામાં આવે છે. પહિંદ વિધિ બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભા પૂર્ણ થતાં રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભગવાનની પહિંદ વિધિ

150થી વધુ લોકોએ રથનું પ્રસ્થાન કરાવ્યું: ભાવનગર શહેરના સુભાષનગર ખાતેથી રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રથનો પ્રારંભ થયા બાદ રથને ખેંચવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે.ભોઈ સમાજના ભાઈઓ દ્વારા રથને ખેંચવાની કામગીરી કરવામાં આવે છે. દોરડા વડે રથને ખેંચીને ભગવાનને નગરયાત્રા કરાવવાનો લાભ ભોઈ સમાજને જઈ રહ્યો છે. આશરે 150થી વધુ ભોઈ સમાજના ભાઈઓએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગરના 17 કિલોમીટરના માર્ગ ઉપર ભોઈ સમાજ દ્વારા રથને ખેંચીને ભગવાનને નગરયાત્રા કરાવવામાં આવી રહી છે.

150થી વધુ લોકોએ રથનું પ્રસ્થાન કરાવ્યું

અખાડા અને અન્ય સંસ્થાઓ દ્વારા કરતબો:ભાવનગર શહેરમાં 38મી રથયાત્રામાં પ્રથમ અખાડા અને અન્ય સંસ્થાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવ્યા હતા. અલગ અલગ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં લાઠી ફેરવીને આત્મરક્ષણ કેમ કરવું તે કરતબ દ્વારા લોકોને દર્શાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ હાથી અને છકરડાઓમાં ધર્મને લગતી ગદા, હળ, ભગવાન બનેલા લોકો જેવા પ્લોટ વગેરે ચીજો મૂકીને પ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે 100થી વધારે ટ્રકમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ, મિત્ર મંડળ દ્વારા પણ પ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે G20 સમિટનો પણ એક પ્લોટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તે દેશના નાગરિકો માટે સન્માનીય હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

G20 સમિટનો પણ એક પ્લોટ રજૂ કરવામાં આવ્યો

માનવ મહેરામણને ભગવાનનો પ્રસાદ:ભાવનગર શહેરમાં 17 કિલોમીટરના માર્ગ ઉપર રથયાત્રાને પગલે વિવિધ સ્થળો ઉપર ઠંડા પીણાના સ્ટોલ સેવા રૂપે શરૂ કરવામાં આવ્યા હતા. રથમાં જોડાયેલા અને રથયાત્રામાં દર્શને આવતા લોકોને શરબત, પાણી, સોડા વગેરે જેવા ઠંડાપીણાં આપવામાં આવતા હતા. આ સાથે ભગવાનની પાછળ આવતા વાહનોમાં ચણાની પ્રસાદી પણ લોકોને આપવામાં આવી હતી. આશરે ત્રણ ટન જેટલી પ્રસાદી ભાવેણાના ઉમટેલા માનવ મહેરામણ માટે સાથે રાખવામાં આવી હતી. લોકોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

38મી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત: ભાવનગર શહેરના 17 કિલોમીટરના માર્ગ ઉપર રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોનથી વહેલી સવારથી રથયાત્રા પર નજર રાખવામાં આવી હતી.રથયાત્રાના માર્ગ ઉપર આવતા પોઇન્ટ હોય તો ત્યાં પોલીસ જવાનો ગોઠવાયેલા હતા. જ્યારે રથ સાથે એસઆરપી અને બીએસએફ જવાનો પણ તૈનાત છે. જ્યારે 15 ડીવાયએસપી, 40 જેટલા પીઆઇ, 144 જેટલા પી.એસ.આઇ દરેક વિસ્તારનું મોનીટરિંગ કરી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ આશરે 2000 અને હોમગાર્ડ આશરે 1500 થી વધુ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સીસીટીવી મારફત પણ સમગ્ર રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી રહી છે.

  1. Ahmedabad Rath Yatra 2023 : જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત સ્વદેશી ડ્રોનનો ઉપયોગ, ભક્તો સલામતી માટે બાજ નજર
  2. Rath Yatra 2023: રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ, અજાણ્યા ડ્રોન દેખાતા જ કરાશે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details