ભાવનગરઃ ભાવનગરમાં અચાનક શહેરના આંકડા ઘટી ગયા છે. શહેરમાં માત્ર 15 કેસ આવ્યા છે તો જિલ્લામાં પણ 21 કેસ સામે આવ્યા છે. નામ અને વિસ્તાર જાહેર બંધ કર્યા બાદ તંત્ર આંકડાના સહારે ચલાવી રહી છે. મોત થયાની અફવાઓ તો બીજા નામચીન લોકોને પોઝિટિવ હોવાની અફવાઓ વધી ગઈ છે. ત્યારે ભાવનગરમાં સરકારી ચોપડે તો ઘટાડો નોંધાયો છે પણ સત્યતા શું છે તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે.
ભાવનગરમાં માત્ર આજના 36 કેસ, અફવાથી લોકોમાં અસમંજસતા - gujarat covid-19 news
ભાવનગરમાં અચાનક શહેરના આંકડા ઘટી ગયા છે. શહેરમાં માત્ર 15 કેસ આવ્યા છે તો જિલ્લામાં પણ 21 કેસ સામે આવ્યા છે. નામ અને વિસ્તાર જાહેર બંધ કર્યા બાદ તંત્ર આંકડાના સહારે ચલાવી રહી છે. મોત થયાની અફવાઓ તો બીજા નામચીન લોકોને પોઝિટિવ હોવાની અફવાઓ વધી ગઈ છે. ત્યારે ભાવનગરમાં સરકારી ચોપડે તો ઘટાડો નોંધાયો છે પણ સત્યતા શું છે તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે.
ભાવનગરમાં 18 જુલાઈના રોજ 36 કેસો આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બતાવે છે કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 901 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટાવી ચૂક્યો છે. જે આજના દિવસે સૌથી ઓછો ત્રણ દિવસમાં 36 પર છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે આજ 18 જુલાઈના દિવસે 15 કેસ સાંજ સુધીમાં શહેરમાં નોંધાઇ ચૂક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યાં છે. નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.