ભાવનગરમાં કોરોનાનો કહેર: દરરોજ નોંધાઈ રહ્યા છે 25 પોઝિટિવ કેસ - 25 positive corona cases registered every day in Bhavnagar
ભાવનગરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં હવે રોજના 25 કેસ પોઝિટિવ આવવાની શરૂઆત થઇ છે. જેથી ભાવનગરમાં કોરોના પોઝિટિવનો આંકડો 370એ પોહચ્યો છે. તો સામે 182 જેટલા દર્દીઓ સાજા પણ થયા છે.
![ભાવનગરમાં કોરોનાનો કહેર: દરરોજ નોંધાઈ રહ્યા છે 25 પોઝિટિવ કેસ ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:06:06:1594042566-rgjbvn01coronaavchirag7208680-06072020185942-0607f-02857-1031.jpg)
ભાવનગર: કોરોના કેસો દિવસને દિવસે એવરેજમાં વધી રહ્યા છે. રોજના 25 પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.જેથી આઇસોલેશન વોર્ડ પણ ધીરે ધીરે ફૂલ થઇ રહ્યો છે. શહેરમાં અનલોક 2નો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ કોરોના પોઝિટિવ કોસોનો આંકડો 370 પોહચ્યો છે. દિવસમાં ઓછામાં ઓછા પાંચ પોઝિટિવ કેસો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. તો હવે પાંચથી દસ સુધી તો ક્યારેક દસને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુક્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.