ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડામાં રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસના વિસ્તારમાં 21 કાળિયારના મોત

તૌકતે વાવાઝોડાથી ભાવનગરમાં ભારે તારાજી સર્જાઈ છે. આવા સમયે વેળાવદર ભાલ વિસ્તારમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસનાં વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં કાળિયારનાં મોતની ઘટના બની છે.

તૌકતે વાવાઝોડામાં રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસના વિસ્તારમાં 21 કાળિયારના મોત
તૌકતે વાવાઝોડામાં રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસના વિસ્તારમાં 21 કાળિયારના મોત

By

Published : May 23, 2021, 4:50 PM IST

  • રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર નેશનલ પાર્કમાં તૌકતે વાવાઝોડામાં 21 કાળિયારના મોત
  • નેશનલ પાર્કમાં આવેલા ટાવર, સેડ, ગોડાઉનમાં ભારે નુકસાન
  • ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ
    તૌકતે વાવાઝોડામાં રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસના વિસ્તારમાં 21 કાળિયારના મોત

ભાવનગરઃ તૌકતે વાવાઝોડાથી ભાવનગરમાં ભારે તારાજી સર્જાઈ છે. આવા સમયે વેળાવદર ભાલ વિસ્તારમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક અને આસપાસનાં વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં કાળિયારનાં મોતની ઘટના બની છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના વિસ્તારોમાં મળી અત્યાર સુધીમાં 31 કાળિયારના મોત થયાં છે, જ્યારે 60થી વધુ કાળિયારોનું અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવાની કામગીરી ફોરેસ્ટ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

21 કાળિયારના મોત

ભાવનગર જિલ્લામાં 17 મેના રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ જિલ્લાભરમાં ભારે તારાજી સર્જી છે. આવા સમયે વેળાવદર ભાલ વિસ્તારમાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક તેમજ આસપાસના વિસ્તારોમાં વિહરતા કાળિયાર પર જાણેકે આફત આવી પડી હોય તેમ વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે નાશભાગ મચી હતી. વાવાઝોડા દરમિયાન પાર્કમાં 50થી વધુ વૃક્ષો ધરાસાઈ થયાં છે. નેશનલ પાર્કમાં આવેલા હોડિંગ અને વાયરલેસ ટાવર પણ પડી ગયા છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં પાર્ક તેમજ આસપાસના વિસ્તારોમાં 21 જેટલા કાળિયારના મોત પણ નીપજ્યાં છે.

વૃક્ષ ધરાસાઈ

આ પણ વાંચોઃ પાણીના ભાવે કેસર કેરી, બોક્સના રૂપિયા 20થી 150

60થી વધુ કાળિયારનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળો પર ખસેડાયા

ભાવનગરમાં આવેલા વાવાઝોડાના લીધે 10 જેટલા કાળિયાર નાશભાગ અને ભયના લીધે મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત 5 જેટલા કાળિયારનાં ડૂબી જવાથી કે ફસાઈ ગયા હોવાથી કૂતરાના કરડી જવાથી મોતને ભેટ્યા હતાં. આ ઉપરાંત 60થી વધુ કાળિયારનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. તેમજ પાર્ક અને તેની આસપાસ આવેલ ગણેશગઢ, સનેસ, કાળા તળાવ અને મીઠાપરના ગ્રામ્ય વિસ્તારોમાં બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલેખ્ખનીય છે કે, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પાર્કમાં 2,500 જેટલા કાળિયાર તેમજ પાર્ક બહાર 3,000 જેટલા કાળિયાર વસવાટ કરે છે.

કાળિયાર

શું કહી રહ્યા છે રાષ્ટ્રીય બ્લેક બક ઉદ્યાન ACF

વેળાવદર કાળિયાર બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક ACF મહેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે, તૌકતે વાવાઝોડાએ કાળિયાર ઉદ્યાન પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી મોટી નુકસાની કરી છે. પાર્કમાં આવેલા હોડિંગ, વાયરલેસ ટાવર પડી ગયા છે. આ ઉપરાંત ગોડાઉનને ભારે નુકસાન પહોચાડ્યું છે. પાર્ક તેમજ આસપાસના વિસ્તારમાં વિહાર કરતા 21 જેટલા કાળિયારના મોત નીપજ્યા છે. જેમાં કેટલાક કાળિયાર પાણીમાં ડૂબી જવાથી અને કુતરા કરડવાથી મોત થયા છે. ઉપરાંત 60 જેટલા કાળિયારનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત હજુ પણ નજીકના ગામોમાં નદી કે કોઈ અન્ય જગ્યાએ કાળિયાર હોવાની માહતી માટે ગામ લોકોનો સંપર્ક કરી માહિતી ટીમ દ્વારા મેળવી કાળિયારની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details