ભાવનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ સ્થળે છેલ્લા અંદાજિત બે વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન ડિવિઝન દ્વારા પકડવામા આવેલ વિવિધ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે મંગળવારે ભાવનગર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગરના SDM ચૌહાણની અધ્યક્ષતામાં શહેરના ચિત્રા GIDC ખાતે ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગરમાં બે વર્ષ દરમિયાન પકડાયેલા 2.11 કરોડના દારૂનો જથ્થો નાશ કરાયો
ભાવનગરઃ પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડાયેલા અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂનો મસમોટા જથ્થાનો મંગળવારે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શહેર નજીકના ચિત્રા GIDC ખાતે નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસે અંદાજે રૂપિયા 2.11 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.
Bhavangar
જેમાં નશાબંધી વિભાગના અધિકારી અને ભાવનગર સીટી DySP મનીષ ઠાકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે ભાવનગર સીટી SySP મનીષ ઠાકરે વિગત આપતા જણાવ્યું કે, ભાવનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ તળે પકડવામાં આવેલ ઈંગ્લીશ દારૂના અંદાજિત રૂપિયા 2,11,84,719ના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા આ જથ્થામાં ઇંગ્લિશ દારૂ અને બિયર મળી કુલ 87,763 બોટલનો નાશ કરાયો હતો.