ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં 115 દર્દી: જુઓ ઘરે બેઠા સારવાર - latest news of coronavirus

ભાવનગર શહેરની વસ્તી સરકારી ચોપડે 7 લાખની આસપાસ છે, ત્યારે કોરોનાના કેસ 40 સુધી રોજના આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા સ્થાનિક તંત્રએ હોમ આઇસોલેશન વ્યવસ્થા ઉભી કરી છે. સરકારી આઇસોલેશનમાં સંખ્યા નથી પણ કિંમત ચૂકવીને ઘરે આઇસોલેશન થનાર વર્ગ મોટી સંખ્યામાં જોડાતા તંત્રને રાહત થઈ છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Jul 28, 2020, 6:23 PM IST

Updated : Jul 28, 2020, 7:58 PM IST

ભાવનગરઃ શહેરમાં હોમ આઇસોલેશન માટેની વ્યવસ્થા આપવા માટે 10 ખાનગી હોસ્પિટલો મેદાનમાં આવી ગઈ છે અને 115 દર્દીઓ ઘરે બેઠા સારવાર પણ લઈ રહ્યા છે, ત્યારે અફસોસ માત્ર એ છે કે, સરકારી હોમ આઇસોલેશનમાં માત્ર 3 થી 4 દર્દીઓ છે. જો કે, આર્થિક રીતે સદ્ધર લોકો સારવાર મેળવી રહ્યા છે તો ગરીબ વર્ગ માટે હોસ્પિટલમાં સુવિધા છે. પરંતુ હોમ આઇસોલેશન માટે ગરીબોને અલગ રૂમો નહિ હોવાથી હોમ આઇસોલેશનમાં વિલંબ આવી રહ્યો છે પણ આર્થિક રીતે મજબૂત લોકો જરૂર તેનો ફાયદો મેળવી રહ્યા છે.

ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં 115 દર્દી
ભાવનગર શહેરની વસ્તી સરકારી ચોપડે 7 લાખની આસપાસ છે, ત્યારે કોરોનાના કેસ 40 સુધી રોજના આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા સ્થાનિક તંત્રએ હોમ આઇસોલેશન વ્યવસ્થા ઉભી કરી છે. સરકારી આઇસોલેશનમાં સંખ્યા નથી પણ કિંમત ચૂકવીને ઘરે આઇસોલેશન થનાર વર્ગ મોટી સંખ્યામાં જોડાતા તંત્રને રાહત થઈ છે.
ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં 115 દર્દી
ભાવનગરની સરકારી ચોપડે 7 લાખ જેવી વસ્તી ધરાવતા ભાવનગરમાં કોરોનાનો આંકડો 1237 સુધી પહોંચી ગયો છે. 25 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને રોજના શહેરના 25 કેસ સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મનપા દ્વારા અને ખાનગી હોસ્પિટલને મળેલી મંજૂરી બાદ હોમ આઇસોલેશન સુવિધા ઉભી કરવામાં આવી છે. પોઝિટિવ દર્દી પોતાના ઘરમાં આઇસોલેશન થઈને સારવાર લઈ શકે છે. ભાવનગરમાં 115 લોકો હોમ આઇસોલેશનનો લાભ લઇ ચૂક્યા છે. જેમાં 65 જેટલા લોકો સારવારમાં સ્વસ્થ થઈ ચૂક્યા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું
ભાવનગરમાં હોમ આઇસોલેશનમાં 115 દર્દી : જૂઓ ઘરે બેઠા સારવાર
ભાવનગરની વસ્તી પ્રમાણે આવતા કેસો વધુ માનવામાં આવે છે પણ સ્થાનિક તંત્રની કામગીરીમાં હવે 10 જેટલી ખાનગી હોસ્પિટલો ટેકારૂપ બની ગઈ છે. 10 હોસ્પિટલો દ્વારા પોઝિટિવ દર્દીની આર્થિક ક્ષમતા પ્રમાણે પેકેજો આપવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 500 રૂપિયા એક દિવસનો ચાર્જ રાખવામાં આવ્યો છે. 500 રૂપિયાથી લઈને 5000 સુધીનો પણ ચાર્જ રાખવામાં આવ્યો છે. પ્રતિ દિવસ 500,1000,3500 અને 5000 સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં ઘરે બેસીને કેસ લેનારાની સંખ્યા પણ 115 થઈ ચૂકી છે. હોમ આઇસોલેશનમાં 500 રૂપિયામાં નર્સિંગ સુવિધા ઘર સુધી આપવામાં આવે છે. વીડિયો કોન્ફરન્સથી એમડી ડોકટર દિવસમાં એક સમય તમારી તપાસ કરે છે. સાથે નર્સિંગ પણ વીડિયો કોન્ફરન્સ માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે 1000 અને 5000ના પેકેજમાં સુવિધાઓ વધી જાય છે. એટલે બમણી થઈ જાય છે દિવસ દરમિયાન જ્યારે સરકારી હોમ આઇસોલેશનમાં માત્ર 4 લોકોએ લાભ લીધેલો છે. જો કે, હોમ આઇસોલેશનમાં એક રૂમ અલગ ફરજિયાત હોવો જરૂરી છે જેમાંથી દર્દીએ વિશ્વાસથી બહાર જવાનું નથી અને આત્મનિર્ભર બની પોતાની કાળજી લેવાની છે. ભાવનગરની કોરોના સ્થિતિમાં હોમ આઇસોલેશન દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. સર. ટી. હોસ્પિટલમાં હાલ 417 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મહાનગરપાલિકા શહેરમાં પહોંચી વળવા માટે ખાનગી હોસ્પિટલોની હોમ આઇસોલેશન સેવાનો પણ પ્રચાર કરી રહી છે. ભાવનગરમાં રોજના શહેર જિલ્લાના મળીને 40 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 788 જેટલા દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે, ત્યારે તંત્રને ટેકો આપનાર ખાનગી હોસ્પિટલો પણ આર્થિક ઉભી થયેલી કટોકટીમાં દર્દીને સારવાર આપવામાં અગ્રેસર રહી છે.
Last Updated : Jul 28, 2020, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details