- ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસના દર્દીઓ 100થી વધારે
- ડાયાબીટીસ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરનાર દર્દીઓની સંખ્યા વધુ
- લક્ષણો દેખાતા હોસ્પિટલ સારા ડૉક્ટરને તપાસ કરાવવી જરૂરી
ભાવનગર :શહેરમાં મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના દર્દીઓ 100ને પાર છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં 112 દર્દીઓ સારવારમાં છે. મોટા ભાગે ડાયાબીટીસ અને સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. સર્જરી કરી હોય તેવા આજદિન સુધીમાં 112 જેટલા કેસો છે. જેમાં 70 દર્દીઓ વધુ વધુ ગંભીર દર્દીઓ છે.
મ્યુકોરમાયકોસીસથી 11 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા
શહેરમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. પરંતુ મોટા ભાગે ડાયાબીટીસ અને બીપી જેવા રોગોના દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS) રોગ ઘર કરી રહ્યો છે. ભાવનગર સરકારી હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો ભાવનગર સર ટી હોસ્પિટલમાં 112 કેસ આવેલા છે. જેમાં આજદિન સુધીમાં 112 મ્યુકોરમાયકોસીસ (MUCORMYCOSIS)ના દર્દીની સર્જરી કરવામાં આવેલી છે. શંકાસ્પદ દર્દી 5 છે અને નેગેટિવ 3 આવ્યા છે. જ્યારે આજદિન સુધીમાં 11 મૃત્યુ થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : 40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર
ડાયાબીટીસ અને બીપીના દર્દીઓએ કરેલા સ્ટેરોઇડ્સ જેવી દવા કારણભૂત