- મહુવાની જે પી હાઇસ્કૂલમાં 1.5 લાખની રોકડ રકમની ચોરી
- જાણભેદુ હોવાની આશંકા
- 2 મહિલાા સહિત 4 તરસ્કરો થયા CCTVમાં કેદ
ભાવનગર : મહુવાની જે પી હાઇસ્કૂલમાં સોમવારના રોજ 1.5 લાખની ચોરી થયાની ફરિયાદ મહુવા પોલીસ મથક ખાતે જે પી હાઇસ્કૂલના ક્લાર્ક હરેશ મહેતા દ્વારા નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો -બે તસ્કરો ATMના ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરી ફરાર
ધો 10 અને 12ની પરીક્ષા ફીની રકમ 1,52,000 તસ્કરો ઉપાડી ગયા
ટૂંક સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફીની રકમ જમા થઇ હતી. જે રકમ તસ્કરો ઉપાડી ગયા છે. તરસ્કર જાણભેદુ જ હોવાની શક્યતા કેમ કે આ રકમ ક્યાં અને કેટલો સમય રહેશે તેની જાણ તરસ્કરોને હતી. જે પી હાઇસ્કૂલ નજીક જ વાસીત્તલાવ પોલીસ ચોકી આવેલી છે, ત્યારે આ બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ સાથે જે પી હાઇસ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા પણ છે.