- ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણનું કૌભાંડ ઝડપાયું
- પ્રતિબંધ હોવા છતાં વેચાતું હતું બાયોડિઝલ
- રૂ. 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
ભરૂચઃ ગુજરાતમાં બાયોડિઝલના વેચાણ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ભરૂચના ઝઘડિયામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે, ઝઘડિયાની નાના સાજા ફાટક નજીક આવેલી હોટલમાં કમ્પાઉન્ડમાં પમ્પ દ્વારા બાયો ડિઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. આથી પોલીસે દરોડા પાડ્યા ત્યારે એક શખસ બાયોડિઝલનું વેચાણ કરતો ઝડપાયો હતો. પોલીસે બે હજાર લિટર બાયોડિઝલ સહિત રૂ. 5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.