ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી - સગીરા સાથે દુષ્કર્મ

અંકલેશ્વરમાં પરપ્રાંતીય વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ (Youth Raped Minor Girl in Ankleshwar )આચરવાનો બનાવ નોંધાયો છે. આરોપી યુવક સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો ( Crime Registered under POCSO )નોંધી અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી (Ankleshwar Police Arrested Rape Accused )લીધી છે.

વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી
વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી

By

Published : Dec 30, 2022, 6:19 PM IST

સગીરાની એકલતાનો લાભ લઈ ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું

ભરુચ અંકલેશ્વરમાં પરપ્રાંતીય વિધર્મી યુવકના ઘરે 15 વર્ષીય સગીરા મોબાઇલ ચાર્જ કરવા આવતી હતી. તે દરમિયાન દુષ્કર્મ (Youth Raped Minor Girl in Ankleshwar ) આચરતા દુષ્કર્મ અને પોકસો એક્ટ (POCSO Case ) હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે યુવાનને ઝડપી (Ankleshwar Police Arrested Rape Accused )પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો મોરબીમાં હિંદુ યુવકનો સ્વાંગ રચી સગીરા સાથે દુષ્કર્મ, પોકસો હેઠળ ગુનો નોંધાયો

માતાને જાણ થતાં નોંધાઇ ફરિયાદઅંકલેશ્વર વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનના ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી 15 વર્ષીય સગીરા ઉપર યુવાને વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. નરાધમ યુવાને સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં યુવાન વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

આ પણ વાંચો Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

6 માસથી આચરતો દુષ્કર્મ અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી મોબાઈલ ચાર્જ કરવા નજીકમાં રહેતા અને મૂળ બિહારના સાહિલ ફિરોજ અંસારીના ઘરે જતી હતી. આ નરાધમે સગીરાની એકલતાનો લાભ લઈ ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર સુધીમાં સાહિલ ફિરોજ અંસારીએ બળજબરીથી 6 થી 7 વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું. નરાધમ સામે માતાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ( Crime Registered under POCSO ) હેઠળ ગુનો નોંધી નરાધમ સાહિલ ફિરોજ અંસારીને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details