ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સિવિલ હૉસ્પિટલનું નવીનીકરણ, પણ શ્રમજીવીઓના જીવનું શું? - workers-at-risk-from-bharuch-civil-hospital-renovation

ભરૂચઃ શહેરની સિવિલ હૉસ્પિટલમાં નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે. ખાનગી કંપનીને હૉસ્પિટલની કામગીરી સોંપવામાં આવી છે. જેની ગંભીર બેદરકારીને કારણે કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકાયો છે. આ કંપની કર્મચારીઓને સુરક્ષાલક્ષી સુવિધા આપ્યા વિના 70 ફૂટ ઉંચાઈએ કામ કરવા માટે પરવાનગી આપી રહી છે. જેની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. ખાનગી કંપની તો ઠીક, હૉસ્પિટલ તંત્ર પણ આ બાબત અંગે બેદરકારી દાખવી રહ્યું છે.

ભરૂચ સિવિલ હૉસ્પિટલ

By

Published : Nov 13, 2019, 4:52 PM IST

ભરૂચ હૉસ્પિટલના નવીનીકરણનું કાર્ય ખાનગી કંપની રુદ્રાક્ષ એકેડમીને સોંપાયું છે. જેની બેદરકારીના કારણે શ્રમજીવીઓનું જીવન જોખમમાં મૂકાયું છે. નવીકરણનું કાર્ય 70 ફૂટની ઉંચાઈએ થઈ રહ્યું છે. આ કાર્ય માટે કર્મચારીઓને હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો નથી.

ભરૂચ સિવિલ હૉસ્પિટલનું નવીનીકરણ પણ જીવ જોખમે

આમ, ખાનગી કંપની આ બેદરકારી ભર્યા વલણના કારણે કર્મચારી જીવના જોખમે કામ કરતાં જોવા મળી રહ્યાં છે. આ અંગે હૉસ્પિટલ તંત્ર પણ કોઈ ધ્યાન આપી રહ્યું નથી, ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ વિશે સિવિલ સર્જન જે.ડી પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, "સિવિલ હૉસ્પિટલમાં નવીનીકરણની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે. આ અંગે કંપનીનું ધ્યાન દોરીશું. અમે એક પ્રયત્ન કર્યો હતો. પરંતુ, ખાનગી સંસ્થાના સત્તાધશો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી."

ABOUT THE AUTHOR

...view details