- હાંસોટ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે પોતાના સરકારી આવાસમાં ગળે ફાસો લગાવી કર્યો આપઘાત
- બહેનપણી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અંતિમવાદી પગલું ભર્યું
- આપઘાત પાછળનું રહસ્ય અકબંધ
ભરૂચઃ હાંસોટ પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલ નાગર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય દીપિકા પરમારે તેઓના હાંસોટ સ્થિત સરકારી આવાસના રૂમ નંબર ૬માં પંખા સાથે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. ભરૂચ પોલીસના કંટ્રોલ રૂમ પર રાજકોટ ટ્રાફિકના મહિલા કોન્સ્ટેબલ શિલ્પા બારૈયા દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેના પગલે હાંસોટ પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.