નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને બાતમી મળી હતી કે, કોઈક મહિલા પશ્વિમ એક્ષપ્રેસ ટ્રેનમાં નશીલા પદાર્થનું વહન કરી રહી છે. જેના આધારે તેઓ દ્વારા રેલ્વે પોલીસને સાથે રાખી ભરૂચ રેલ્વે સ્ટેશન પર પશ્વિમ એક્ષપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ટ્રેનના જનરલ કોચમાંથી એક મહિલા ચરસના જથ્થા સાથે ઝડપાઈ હતી. જેને રેલ્વે પોલીસ સ્ટેશન લાવી તેની પુછતાછ કરતા તે અંકલેશ્વરમાં રહેતી શીરીન બાનું મલેક હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ચરસના જથ્થા સાથે મહિલાની ધરપકડ
ભરૂચ: રેલ્વે સ્ટેશન પર પશ્વિમ એક્ષ્પ્રેસ ટ્રેનમાંથી ૪ કિલો ચરસનાં જથ્થા સાથે રેલ્વે પોલીસ અને એન.સી.બી.એ બે આરોપીની ધરપકડ કરી છે. નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ બાતમી આધારે પશ્ચિમ એક્ષપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન એક મહીલા ચરસના જથ્થા સાથે ઝડપાઈ હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Woman Arrested with Quantity of Drugs in Bharuch
પોલીસે તેની પાસેથી 4 કિલો જેટલો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. તો સાથે જ ચરસની ડીલીવરી લેવા આવેલ ભરૂચનાં ફિરોઝ ખાન નામના વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા ચરસનો જથ્થો ક્યાંથી લાવી હતી એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.