ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગામે નલ સે જલ યોજનાના દાવા પોકળ પુરવાર,પીવાના પાણી માટે પ્રજા પરેશાન - ભરૂચ સમાચાર

ભરૂચ તાલુકાના મહેગામ ખાતે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા એક ટીમ આવી છે. પણ આ ટીમ લોકોના રોષનો શિકાર થઈ ગઈ છે. ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" (Water Crises in Mehgam) માંગ કરી છે. કારણ અહીં ચિત્ર એવું છે કે, સરકારની નલ સે જલ યોજનાના (Nal se Jal Yojna Aids) દાવા અહીં પોકળ સાબિત થયા છે.

આ ગામે નલ સે જલ યોજનાના દાવા પોકળ પુરવાર,પીવાના પાણી માટે પ્રજા પરેશાન
આ ગામે નલ સે જલ યોજનાના દાવા પોકળ પુરવાર,પીવાના પાણી માટે પ્રજા પરેશાન

By

Published : May 23, 2022, 8:53 PM IST

ભરૂચ: એક તરફ સરકાર આઝાદીના 75 વર્ષની (Azadi ka Amrit Mahotsav 2022) ઉજવણી કરી રહી છે, જ્યારે બીજી બાજુ ભરૂચ તાલુકાનું મહેગામ ગામ પાણી માટે તરસી (Water Crises in Village) રહ્યું છે. સરકારી તંત્ર આ ગામ સુધી પીવાનું પાણી પહોંચાડી શક્યું નથી. આમ તો આ ગ્રામ્ય વિસ્તાર નર્મદા નદીના કાંઠે આવેલો છે. પણ પ્રજા અહીં પીવાના બે ટીંપા માટે વલખા (Lack of Water Management) મારે છે.

આ ગામે નલ સે જલ યોજનાના દાવા પોકળ પુરવાર,પીવાના પાણી માટે પ્રજા પરેશાન

આ પણ વાંચો:વરસાદના વાવડ : રાજ્યમાં આ તારીખથી વરસાદની શક્યતાઓ, તાપમાનમાં થશે આટલો ઘટાડો

પાણીને લઈ મહિલાઓ મેદાને:આજે પણ આ ગામમાં મહિલાઓને ગામના તળાવમાંથી પાણી ભરીને લાવવું પડે છે. "પાણી નહિ તો સર્વે નહી" એવા સૂત્રોચાર સાથે મહેગામ ની મહિલાઓનો વિરોધ તથા આક્રોશ સરકારની ટીમ સામે સાતમા આસમાને પહોંચ્યો હતો. સરકારે પાંચ વર્ષ પહેલાં પાણી પુરવઠાની યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપ લાઇન નાખી છે. પરંતુ તેમાં પાણીનું એક ટીપું ગામને મળ્યું નથી. આ લાઈનો આજે પણ ખાલીખમ છે.

આ પણ વાંચો:અમદાવાદીઓ રેલવે સ્ટેશન પર નવી સુવિધાઓ માટે થઇ જાઓ તૈયાર

સરકારી સર્વેનો વિરોધ: સરકારે પાઇપ લાઇન તો નાખી પણ તેમાં પાણી આપ્યું નથી. પાણી વિના પરેશાન ગ્રામજનોએ અને મહિલાઓના ટોળાએ સરકારની ટીમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામની મહિલાઓએ સરકારના આ સર્વેનો વિરોધ કર્યો હતો. આ સાથે એવી માંગ કરી હતી કે, ગામને પહેલા પીવાનું પાણી પૂરતું આપવામાં આવે.અન્યથા પાણી નહીં તો સર્વે નહીં એવી ચિમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતે પણ ત્યાં સુધી કહ્યું કે, ગામમાં પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી સરકારની યોજનાનો બહિષ્કાર કરીશું.

ABOUT THE AUTHOR

...view details