અંકલેશ્વર: અંકલેશ્વર GIDCની પ્લાસ્ટોકોન કંપનીમાં આજે અચાનક કોઇ કારણોસર દિવાલધરાશાયી(wall of a private company in Ankleshwar GIDC collapsed) થઇ હતી, તે ઘટનામાં 4 કામદારોના મૃત્યું(4 killed in wall collapse) નિપજ્યા હતા. શહેરની હોસ્પિટલ ખાતે પરિવારજનો અને અધિકારીઓ પહોચ્યા હતા.
દિવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ
અંકલેશ્વરમાં આવેલ GIDCમાં આજે એક ખનાગી કંપનીમાં દિવાલ ધરાશાયી થતા અનેક કામદારો દટાયા હતા, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે અંકલેશ્વર GIDC પોલીસની ટીમ પહોચી હતી અને સ્થાનિક તંત્રએ દિવાલનો કાટમાળ ખસેડવા કામગીરી હાથ ધરી હતી, કેટલા લોકો દિવાલ નીચે દબાયેલા છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત નથી.