ભરૂચઃ કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયુ છે, જેથી લોકો પોત પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે. તેમજ લોકોનો એક બીજા સાથે સંપર્ક ઘટવાથી કોરોના સંક્રમણ અટકાવી શકાય. કોરોના માણસથી માણસમાં ફેલાતો રોગ છે તેથી લોકોએ સામાજિક અંતરનું પાલન કરવું આવશ્યક છે. તે દરમિયાન લોકોને જાણે કોરોના વાઈરસનો ડર ન રહ્યો એઈ રીતે લોકો હવે બેફામ અને બેખોફ બની બહાર નીકળી રહ્યા છે.
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ - ભરૂચ લોકડાઉન સમાચાર
કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયુ છે, જેથી લોકો પોત પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે. તેમજ લોકોનો એક બીજા સાથે સંપર્ક ઘટવાથી કોરોના સંક્રમણ અટકાવી શકાય. કોરોના માણસથી માણસમાં ફેલાતો રોગ છે તેથી લોકોએ સામાજિક અંતરનું પાલન કરવું આવશ્યક છે. પરંતુ ભરુચના શક્તિનાથ શાકમાર્કેટ અને તેના આસપાસનાં વિસ્તારોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા છે.
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ
જેમાં શહેરના શક્તિનાથ શાકમાર્કેટ અને તેના આસપાસનાં વિસ્તારોમાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા છે. શાકભાજી તેમજ ફ્રુટ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. શહેરમાં કોરોના વાઈરસના 25 પોઝિટીવ તેમજ બે દર્દીના મોત પણ થયા છે, છતાં પણ લોકો હજુ સ્થિતિની ગંભીરતાને સમજતા નથી અને એક રીતે જાણે કોરોના વાઈરસના વાહક બની રહ્યા છે.