ભરૂચ : APMC માર્કેટ બંધ કરાવાતા માર્કેટ બહાર શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જામી હતી. ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભીડ ભેગી થતી અટકાવવા તંત્ર દ્વારા માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, વેપારીઓ અને લોકોએ સરકારના આ નિર્ણયનો પણ જાણે તોડ શોધી લીધો હતો. APMC માર્કેટ બહાર જ શાકભાજી અને ફ્રુટનાં વેપારીઓએ લારી લગાવી દીધી હતી. જ્યાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા મેળા જેવો જ માહોલ જોવા મળ્યો હતો.
કલમ-144નું સરેઆમ ઉલ્લંઘન, ભરૂચ APMC માર્કેટ બંધ કરાવાતા માર્કેટ બહાર લોકોની ભારે ભીડ - ભરૂચ APMC માર્કેટ બંધ
ભરૂચ APMC માર્કેટ બંધ કરાવાતા માર્કેટ બહાર શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જામી હતી. કોરોનાના કહેર વચ્ચે કલમ ૧૪૪ અને લૉકડાઉનની ઐસી કી તૈસી જોવા મળી હતી.
![કલમ-144નું સરેઆમ ઉલ્લંઘન, ભરૂચ APMC માર્કેટ બંધ કરાવાતા માર્કેટ બહાર લોકોની ભારે ભીડ violation of section 144 near bharuch apmc market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6697966-886-6697966-1586254927143.jpg)
કલમ ૧૪૪નું સરેઆમ ઉલ્લંઘન...!
લૉકડાઉનના અમલ માટે કલમ ૧૪૪નું સરેઆમ ઉલ્લંઘન નજરે પડે છે. આ લોકોને પોલીસ અને તંત્રનો જાણે કોઈ ડર જ રહ્યો નથી. પરંતુ આવા લોકો સમાજના પણ દુશ્મન બની રહ્યા છે, એ વાત ચોક્કસ છે.