ભરૂચ: અંકલેશ્વરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જો કે લોકોમાં હજી પણ ગંભીરતા જોવા મળી રહી નથી.
અંકલેશ્વરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ, તંત્ર દોડતું થયું - number of covid-19 patient in Bharuch
અંકલેશ્વરના કન્ટેનમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરતા તંત્ર દોડતુ થયું હતું. અહીં લોકો બિંદાસ્ત રીતે ખરીદી કરતા નજરે પડ્યા હતા. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક માર્કેટ બંધ કરવામાં આવ્યું.
![અંકલેશ્વરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં શાકમાર્કેટ, તંત્ર દોડતું થયું etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:02:06:1595575926-gj-brc-01-av-vegitablemarket-vis-7207966-24072020125739-2407f-1595575659-1090.jpg)
અંકલેશ્વરના જૂના શાકમાર્કેટમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અવર જવર પર પ્રતિબંધ હોય છે. ત્યારે અંકલેશ્વરમાં તો શાકમાર્કેટ ભરાયેલું જોવા મળ્યુ હતુ. તેમજ શાકમાર્કેટમાં લોકો બિંદાસ ખરીદી કરતા અને વેપારીઓ વેચાણ કરતા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ નગરપાલિકાને થતા અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને માર્કેટ બંધ કરાવી દીધું હતું. જો કે અહીં પ્રશ્ન એ થાય કે આટલું મોટું શાકમાર્કેટ ભરાયું અને તંત્રને જાણ જ ન થઇ. તો બીજી તરફ લોકો હજુ પણ કોરોનાને ગંભીરતાથી લઇ રહ્યા નથી અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ખરીદી કરતા નજરે પડ્યા હતા.