ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશ મહોત્સવ દરમિયાન પ્રદુષણ થતું અટકાવવા ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થાઓનો અનોખો પ્રયાસ - ganesh

ભરુચ: ગણેશ પંડાલો પરથી સેંકડો ટન કચરો એકત્રિત કરી તેમાંથી ખાતર બનાવવામાં આવશે. પૂજાપાનાં કારણે નદીમાં થતું પ્રદુષણ અટકાવવા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે.

etv bharat vadodra

By

Published : Sep 6, 2019, 11:45 PM IST

ગણેશ મહોત્સવ દરમિયાન પ્રદુષણ થતું અટકાવવા ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જળ પ્રદુષણ અટકાવવા સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકો વિવિધ ગણેશ પંડાલો પરથી પૂજાપો એકત્રિત કરે છે અને બાદમાં તેમાંથી ખાતર બનાવવામાં આવશે

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ગણેશજીને રોજ સવાર સાંજ ફૂલ હાર ચઢાવવામાં આવે છે. ગણેશ મહોત્સવની પુર્ણાહુતી બાદ ગણેશ આયોજકો પુજાપાનું નદીમાં વિસર્જન કરતા હોય છે. જેના કારણે જળ પ્રદુષણ થાય છે .જે અટકાવવા ભરૂચની રોટરેકટ ક્લબ અને રોટરી ક્લબ સહિતની સંસ્થાઓ આગળ આવી છે.

ગણેશ મહોત્સવ દરમિયાન પ્રદુષણ થતું અટકાવવા ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થાઓનો અનોખો પ્રયાસ

ભરૂચ નગર સેવા સદનના સહયોગથી આ સંસ્થાના સ્વયં સેવકો રોજ સવારે વિવિધ ગણેશ પંડાલો પર પહોચી પૂજાપો લેવામાં આવે છે.આ માટે ત્રણ ટ્રક ફાળવવામાં આવ્યા છે.સ્વયં સેવકો પૂજાપો ઉઘરાવી તેને એક સ્થળે એકત્રિત કરે છે. અને ગણેશ મહોત્સવની પુર્ણાહુતી બાદ એકઠા થયેલા પૂજાપામાંથી ખાતર બનાવવામાં આવશે. અને આ ખાતરનું ખેડૂતોને વિતરણ કરાશે.

ગણેશ આયોજકો પણ આ તમામ સંસ્થાના અભિગમને બિરદાવી રહ્યા છે. પર્યાવરણીય પ્રદુષણ થતું અટકાવવા તેઓ પણ આ સંસ્થાના પ્રયાસમાં સહભાગી બની રહ્યા છે.આસ્થા સાથે પર્યવરણની જાળવણી થાય એ પ્રકારના અભિગમના કારણે લોકોમાં ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે. પ્રદુષણ થતું અટકાવવા લોકો પણ આગળ આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details