ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરના બે યુવાનોએ સેન્સરાઈઝડ ઓટોમેટિક બોડી સેનેટાઈઝર મશીન બનાવ્યું - automatic body sanitizer machine

કોરોના વાઈરસને પગલે સેનેટાઈઝરની કિંમત અને ખપત વધી ગઇ છે. આ વચ્ચે અંકલેશ્વરના બે યુવાનોએ લૉકડાઉનમાં ઘરે બેઠા સેન્સરાઈઝડ ઓટોમેટિક ફૂલ બૉડી સેનેટાઈઝર મશીન બનાવ્યું છે.

a
અંકલેશ્વરના બે યુવાનોએ સેન્સરાઈઝડ ઓટોમેટિક બોડી સેનેટાઈઝર મશીન બનાવ્યું

By

Published : Apr 15, 2020, 3:24 PM IST

અંકલેશ્વરઃ શહેરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા આયુષ ધર્મેશ પ્રજાપતિ તથા તેના મિત્ર મુકેશ વસાવાએ પોતાનું ઇજનેરી દિમાગ કામે લગાડીને લૉકડાઉનના સમયમાં સેન્સરાઈઝડ ઓટોમેટિક ફુલ બોડી સેનેટાઈઝર મશીન બનાવ્યું છે. આ સિસ્ટમ બનાવવા માટે પૂરતો સામાન અત્યારે ઉપલબ્ધ નથી એવા સમયે આ યુવાનોએ વેસ્ટમાંથી બેસ્ટ તરીકે આ આખી સિસ્ટમ તૈયાર કરી છે. યુવાનો દ્વારા લાકડું ચેઈન અને લોખંડનાં પાઈપના ઉપયોગથી અત્યંત દેશી પદ્ધતિથી આ મશીન તૈયાર કરાયું છે. તેનો પ્રાયોગિક ધોરણે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રવેશ દ્વાર પર તેનું ટેસ્ટિગ કરીને ત્યારબાદ જાહેર સ્થળે લગાવાયુ છે.

મશીન સાથે જોડાયેલા સેન્સર દ્વારા કોઇ પણ કર્મચારી કે સામાન્ય નાગરિક નગરપાલિકા ભવનમાં પ્રવેશ કરે અને એની સાથે જ આ મશીનમાંથી આખા શરીર પર સેનેટાઈઝરનો છંટકાવ થાય છે. અત્રે મહત્વપૂર્ણ છે કે, ગતરોજ વડાપ્રધાને દેશને સંબોધન દકમિયાન યુવા વૈજ્ઞાનિકો અને ઈજનેરોને આગળ આવી કોરોનાની મહામારીમાં ઉપયોગી વેક્સીન કે ચીજવસ્તુ બનાવવા આહ્વાન કર્યુ છે. ત્યારે બન્ને યુવાનોએ બનાવેલ મશીન તેનું તાદશ ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details