ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારો મોતને ભેટ્યા - GIDCમાંકામદારો ઘાયલ

અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં રિએક્ટરનું(Ankleshwar GIDC Pharma Company ) ઢાંકણ ખોલવા જતા સ્પાર્ક બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 2 કામદારોના મોત થયા છે.

અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારો મોતને ભેટ્યા
અંકલેશ્વરની GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારો મોતને ભેટ્યા

By

Published : Feb 5, 2022, 4:20 PM IST

ભરૂચ: અંકલેશ્વર GIDC ની અભિલાષા ફાર્મા કંપનીમાં રિએક્ટરનું ઢાંકણ (Ankleshwar GIDC Pharma Company )ખોલતી વેળાએ સ્પાર્ક થતાં 5 કામદારો ગંભીર રીતે દાઝી(Blast in a pharma company) ગયા હતા. દાઝી ગયેલા કામદારોને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા 2 કામદારો સારવાર બાદ મોતને ભેટ્યા હતા. જ્યારે 3 કામદારની હાલ સારવાર ચાલી રહી છે.

અંકલેશ્વરની GIDC

રીએક્ટરનું ઢાંકણ ખોલતા ઘટના સર્જાઈ

અંકલેશ્વર GIDCની કંપનીમાં રાત્રી કામગીરી દરમિયાન સર્જાયેલીદુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારના મોત થવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDCમાં આવેલી અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. રીએક્ટરનું ઢાંકણ ખોલતા ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં ATSના PI હોવાનો રોફ જમાવતા એક ઇસમની GIDC પોલીસે ધરપકડ

ઢાકણ ખોલતા રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ

કામદારરોએ ઢાકણ ખોલતા રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતાં દોડધામ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એંજિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃઅંકલેશ્વર GIDC સોસાયટીના પ્રમુખ સહિત સેક્રેટરીઓને જિલ્લા બહારના લોકોની માહિતી આપવા આદેશ અપાયો

ABOUT THE AUTHOR

...view details