ભરૂચઃ ભરૂચમાં રહેતી બે બહેનોએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કર્યું છે. જો કે, કોરોના મહામારી વચ્ચે પ્રતિમાઓનું વેચાણ નહીં થતા તેઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.
ભરૂચમાં બે મહિલાએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી, પણ હજી સુધી એક મૂર્તિનું વેચાણ નહી - ભરૂચ ન્યૂઝ
ભરૂચમાં રહેતી બે બહેનોએ ભાવનગરથી માટી લાવી શ્રીજીની 200 ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે, પરંતુ હજી સુધી એક પણ પ્રતિમાનું વેચાણ ન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
શહેરમાં રહેતા ગીતાબેન પ્રજાપતિ અને ગંગાબેન વસાવાએ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાનમાંથી માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવાની તાલીમ મેળવી દર વર્ષે સુરતમાં યોજાતા મૂર્તિ મેળામાં ગણેશની પ્રતિમાઓ બનાવી વેચાણ કરતી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે સુરતમાં મૂર્તિ મેળો નહીં યોજાતા બંને બહેનોએ ભરૂચમાં જ કસક વિસ્તારમાં દુકાન ભાડે રાખીને ગણેશની બેથી અઢી ફૂટની 200 પ્રતિમાઓ બનાવી છે.
આ પ્રતિમાઓનો ભાવ 1000થી 3500 સુધીનો નક્કી કર્યો છે, પરંતુ હજુ સુધી તેમની એક પણ પ્રતિમાનું વેચાણ કે બુકિંગ નહીં થતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે, હજી થોડા દિવસો બાકી હોવાથી તેમને આશા છે કે પ્રતિમાનું વેચાણ થશે.