ગુજરાત

gujarat

ETV Bharat / state

જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર, બે આરોપીની ધરપકડ, બે ફરાર - ભરૂચ પોલીસ

ભરૂચના જંબુસર તાલુકાના એક ગામની બે બહેનો પર બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 26 દિવસ પેહલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતા યાસીન ખાલીદ અને નઇમ નામના આરોપી આ બંને બહેનોને ઇકો કારમાં ઉઠાવી ગયા હતાં હતો. બંને બહેનોનું અપહરણ કર્યા બાદ તેને જંબુસરના કાવી ખાતેના એક ફાર્મ હાઉસમાં લાવવામાં આવી હતી અને આરોપીઓ બંને બે બહેનો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર
જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 3:25 PM IST

Updated : Dec 7, 2023, 4:14 PM IST

જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરીને બળાત્કાર,

ભરૂચ: જંબુસર તાલુકાના કાવી ગામે બે બહેનોનું અપહરણ કર્યા બાદ કાવી સ્થિત એક ફાર્મ હાઉસમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બંને બહેનોનું 26 દિવસ પેહલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતા યાસીન ખાલીદ ચોક અને નઇમ નામના આરોપી ઇકો કારમાં ઉઠાવી ગયા હતાં અને કાવીના એક ફાર્મ હાઉસમાં લઈને જઈને બંને બહેનો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

નશાના ઈન્જેક્શન આપીને બળાત્કાર: આરોપી બંને બહેનોનું અપહરણ કરીને તેમને કાવી ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ ગયાં હતાં. જ્યાં યાસીન નામના આરોપીએ બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા. ત્યાર બાદ મોટી બહેન સાથે યાસીને જ્યારે નાની બહેન સાથે નઇમે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પહેલાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો હોય તેવો વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનિસે ત્રણેયની મદદગારી કરી હતી.

બે આરોપીની ધરપકડ: બળાત્કારનો ભોગ બનનાર મોટી બહેને સોમવારે કાવી પોલીસ સ્ટેશનમાં PSI વી.એ. આહીર સમક્ષ બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે યાસીન અને નઈમની ધરપકડ કરી હતી. યાસીને સૌપ્રથમ મોટી બહેન ઉપર બળાત્કાર ગુજારેલ અને નાની બહેન ઉપર નઈમે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ માઝ અને અનસ ફરાર છે.

બે ફારર આરોપીની શોધખોળ: હાલ તો આ અંગે પોલીસ દ્વારા બળાત્કારની કલમો સહિત ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, યાસીને મોટી બહેન ઉપર બળાત્કાર ગુજારેલ, જ્યારે નઈમે નાની બહેન ઉપર બળાત્કાર ગુજારેલો આ ઘટનાની ફરિયાદ મળતા પોલીસે મુખ્ય આરોપી નઈમ અને યાસિનની ધરપકડ કરી છે, જ્યારે અનસ નામના આરોપીઓની શોધ કરી રહી છે.

ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન: આ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે આ મામલે જણાવ્યું હતું કે, બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ફરાર બે આરોપીની શોધખોળ ચાલી રહી છે અને સાંજ સુધીમાં પોલીસ દ્વારા અંગેની સંપૂર્ણ આધિકારીક માહિતી જાહેર કરવાની વાત કરી હતી.

  1. ભરૂચના ઝાડેશ્વર ગામમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવી, દિવાલમાં બખોલ બનાવી ઘરમાં પ્રવેશ્યા લૂંટારું
  2. Bharuch Crime : અંકલેશ્વર કોથળામાં બાંધેલી મળી આવેલી યુવતીની હત્યાનો મામલો, આરોપી સોહમ ગંગવાનીની ધરપકડ
Last Updated : Dec 7, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details