ભરૂચઃ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોધાયા છે. નેત્રંગના મોઝા ગામના પોલીસકર્મી અને ઝાડેશ્વરની પ્રસાદ સોસાયટીમાં રહેતા સુરત મહાનગર પાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા - સુરત મહાનગર પાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોધાયા છે. નેત્રંગના મોઝા ગામના પોલીસકર્મી અને ઝાડેશ્વરની પ્રસાદ સોસાયટીમાં રહેતા સુરત મહાનગર પાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જિલ્લામાં અન્ય જિલ્લાના લોકો દ્વારા સંક્રમણના પગલે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2 પોઝેટીવ કેસ નોધાયા છે. નેત્રંગ પોલીસ મથકમાં તાલીમી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મોઝા ગામના પોલીસકર્મી 26 વર્ષીય કેતન ચૌધરીને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી પ્રસાદ સોસાયટીમાં રહેતા અને સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા 53 વર્ષીય મહેશ મોદીને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસે હાફ સેન્ચુરી પૂર્ણ કરી છે અને અત્યારસુધીમાં કુલ 51 પોઝિટિવ કેસ નોધાયા છે. જે પૈકી 3 દર્દીના મોત થયા છે. તો 34 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. હાલ, જિલ્લામાં કોરોના વાઈરસના 14 એક્ટીવ કેસ છે.