ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 40 થયો

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત ફરેલા વાલિયા રૂપનગરમાં SRP કેમ્પના બે જવાનોને કોરોના પોઝિટિવ આવતા તેઓને સ્પેશિયલ કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચમાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટીવ કેસ નોધાયા, કુલ કેસનો આંકડો 40 પર
ભરૂચમાં કોરોના વાઈરસના વધુ બે પોઝિટીવ કેસ નોધાયા, કુલ કેસનો આંકડો 40 પર

By

Published : May 31, 2020, 12:21 PM IST

ભરૂચ: શહેર અને જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ ઘટ્યા બાદ હવે બહારથી આવેલા લોકોમાં સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે જીલ્લામાં કોરોનાના બે નવા પોઝિટિવ કેસ નોધાયા છે. વાલિયા રૂપનગરમાં SRP કેમ્પના બે જવાનો કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં 25 વર્ષીય સાગર પ્રજાપતિ અને 27 વર્ષીય નાનજી ચૌધરી બંન્ને અમદાવાદ ખાતે ફરજ બજાવી 21મી મેના રોજ પરત ફર્યા હતા. તે દરમિયાન તેઓનું વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ક્રિનીંગ કરી તેઓને હોમ કોરન્ટાઈન કરાયા હતા. ત્યાર બાદ 29મેના રોજ તેઓમાં કોરોનાના લક્ષણ દેખાતા ગઈકાલે બન્નેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બંન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું બહાર આવતા સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવે જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી છે. જે પૈકી 3 દર્દીના મોત થયા છે. જ્યારે 34 દર્દી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details