ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 2 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 8 પર - Gujarat Corona update
ભરૂચ જિલ્લાના જંબુસર અને શેરપુરાના દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થતાં સમગ્ર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે.
ભરૂચ જિલ્લામાં 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 8 પર
ભરૂચના શેરપુરાના 65 વર્ષીય વલી આદમ પટેલ અને જંબુસરના એક કોરોના પોઝિટિવ દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું હોવાની આરોગ્ય વિભાગે સત્તાવાર માહિતી આપી છે.
વલી આદમ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી અને તેમના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે તેમના મોત બાદ તેઓ કોરોના પોઝિટિવ હતા તેવી વિગતો બહાર આવી હતી.