ભરૂચ: કમાલ બેકરી નજીક આવેલા એસ.બી.આઈના એ.ટી.એમ સેન્ટર પર નાણા ઉપાડવા ગયેલા જિલ્લાના અજીતસિંહ નામના વ્યક્તિને બે ભેજાબાજોએ મશીનમાંથી નાણા ઉપાડી આપવાના બહાને તેઓ પાસેથી ATM કાર્ડ પડાવી તેઓનો પીન નંબર જાણી લીધો હતો અને ત્યારબાદ તેઓના એકાઉન્ટમાંથી રૂપિયા 13,500 ઉપાડી લીધા હતા.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સાઇબર ક્રાઈમના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી - ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ જિલ્લામાં એ.ટી.એમ પર આવેલા ગ્રાહકને છેતરી તેનું ATM કાર્ડ પડાવી નાણાની ઉચાપત કરતા બે ગઠીયાઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. શાતીર દિમાગ ધરાવતા આ બંને ભેજાબાજોએ ઢગલે બંધ ગુનાઓ આચાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર બાબત અંગે અજિતભાઈએ ફરિયાદ નોંધાવતા ભરૂચ એલસીબી પોલીસે વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરી હતી. દરમિયાન મૂળ બિહારના અને હાલમાં વલસાડ ખાતે રહેતા અંકિત સિંહ તથા અમન સિંહ નામના વ્યક્તિઓ તેઓના હાથે લાગ્યા હતા. જેઓની પૂછપરછ દરમિયાન તેઓએ આ ગુનાની કબુલાત કરી હતી.
આ ભેજાબાજો જે તે એ.ટી.એમ સેન્ટર ખાતે જતા હતા અને ત્યાં જે વ્યક્તિના નાણા ન નીકળતા હોય તેઓ પાસેથી કાર્ડ લઇ બે ત્રણ વખત ટ્રાય કરતા હતા અને ત્યારબાદ નાણા નથી ઉપડતા તેમ જણાવી તેઓના એટીએમ કાર્ડ જેવું જ બીજું કાર્ડ આપી અને બે ત્રણ દિવસ બાદ જે તે ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા. આ બનાવને લઇ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે. આરોપીઓએ માત્ર ભરૂચ જ નહિ અંકલેશ્વર, વાપી, વલસાડ વ્યારા સહિતના વિસ્તારોમાં આ જ પ્રકારની તફડંચી કરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ભરૂચ પોલીસે જાહેર જનતા જોગ અપીલ કરી હતી