ભરૂચ: જિલ્લામાં સોમવારના રોજ કોરોના વાઇરસના 8 પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 218 પર પહોંચી છે. તો બે દર્દીના મોત સાથે મૃત્યુઆંક 13 થયો છે.
ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ કોરોના વાઇરસના 8 કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 218 પર પહોંચી તો બે દર્દીના મોત સાથે મૃત્યુ આંક 13 થયો છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે સોમવારના રોજ નવા 8 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અંકલેશ્વરમાં 2 ભરૂચમાં 4 અને વાગરા જંબુસરમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોધાયો છે.
જૂના ભરૂચ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોધાયો છે. હાથીખાના બજાર વિસ્તારમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તો આ તરફ આમોદના રોંઢ ગામના 56 વર્ષીય હર્ષદ પટેલ અને વાગરાના વસ્તીખંડાલી ગામના 52 વર્ષીય યાકુબ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન જયાબહેન મોદી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 218 પર પહોંચી છે તેમજ કુલ 13 લોકોના મોત થયા છે. તો અત્યાર સુધી 110 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે.