ભરૂચ: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કોરોના હોટસ્પોટ વિસ્તાર જંબુસરમાં 3, ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 2 અને ઝઘડિયામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 203 પર પહોંચી
ભરૂચ જિલ્લામાં આજે શનિવારે નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 203 પર પહોંચી ગઈ છે. તો એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 10 પર પહોંચ્યો છે.
આજે શનિવારે નવા પોઝિટિવ 8 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 203 પર પહોંચી છે. ભરૂચની અમીધારા ટાઉન શીપ, સેગવા ગામ, અંકલેશ્વરમાં વસંત વિહાર સોસાયટીમાં અને આદર્શ સ્કૂલ નજીક કોરોનાનો એક એક પોઝિટિવ કેસ નોધાયો છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોના ગ્રસ્ત એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે, તો અત્યાર સુધી 103 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જીલ્લામાં 90 દર્દીઓ સારવાર હેઠળ છે.
દેશમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશ બહાર છે, તો કોરોનાના વધતા કેસ પણ કાબુ બહાર ચાલ્યા ગયા છે. ખાસ કરીને ભરૂચમાં કોરોનાની બે કાબુ રફતાર જોવા મળી રહી છે. આજે ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના 200 જેટલા કેસ થઇ ગયા છે. જો કે, પ્રથમ 100 કેસ અને એ પછીના 100 કેસની રફતાર પર નજર કરીએ તો, ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભરૂચ જીલ્લામાં તારીખ 8 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ નોધાયો હતો. ત્યાર બાદ, તબક્કાવાર કેસ વધતા રહ્યા અને તારીખ 16 જૂનના રોજ કોરોનાએ ભરૂચ જીલ્લામાં સેન્ચુરી મારી હતી ત્યાર બાદનાં 100 કેસ માત્ર 10 જ દિવસમાં એટલે કે તારીખ 17 જૂન થી 27 જૂન વચ્ચે નોધાયા છે .પ્રથમ 100 કેસ નોધાતા 69 દિવસ લાગ્યા હતા. જો કે પછીના 100 કેસ માત્ર 10 જ દિવસમાં નોંધાયા છે. જેના પરથી કોરોનાનું સંક્રમણ કેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેનો ખ્યાલ આવી શકે છે.