અંકલેશ્વર: તાલુકાનાં સુરવાડી ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. રૂપિયા 79 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર સુરવાડી ખાતે રઘુવીર નગરના મકાન નંબર 49માં રહેતા મોહનભાઇ રાડે પોતાના નાના ભાઈના ઘરે ગયા હતા. તેઓના નાના ભાઈની દીકરીનો જન્મ દિવસ હોવાથી સહપરિવાર મકાન બંધ કરીને ગયા હતા.
અંકલેશ્વરના બંધ મકાનમાથી રૂપિયા 79 હજારની ચોરી - Theft of Rs 79 thousand from a closed house in Ankleshwar
રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. જો વાત અંકલેશ્વરની કરવામાં આવે તો બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બંધ મકાનમાંથી 79 હજારની ચોરી થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.
ankleshvar news
તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોનાની બુટ્ટી, ચાંદીના ઝાંઝર, રોકડા રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 79 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોહન ભાઈના પાડોશીઓએ તેઓને ચોરી અંગેની જાણ કરતાં મકાન માલિક ઘરે દોડી આવ્યા હતા. હાલ સમગ્ર બાબતે પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી છે.