ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં 13 લાખના સમાનની ચોરી ઘટના CCTV માં કેદ - અંકલેશ્વરમાં તસ્કરોનો ત્રાસ

અંકલેશ્વરઃ રાજપીપળા ચોકડી નજીક આવેલ બંધ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ એક દુકાનમાંથી તસ્કરો રૂપિયા 13 લાખના ટાયર અને અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જો કે ચોરી કરતા તસ્કરો CCTV માં કેદ થયા હતા.

અંકલેશ્વરમાં 13 લાખના સમાનની ચોરી ઘટના CCTV માં કેદ

By

Published : Oct 4, 2019, 11:53 PM IST

અંકલેશ્વરમાં તસ્કરો જાણે બેફામ બન્યાં છે શહેર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાંથી રૂપિયા 11 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કર્યા બાદ સતત બીજા દિવસે અન્ય એક દુકાનમાંથી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. રાજપીપળા ચોકડી નજીક આવેલ એક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને અંદરથી વિવિધ કંપનીના રૂપિયા 13 લાખની કિંમતના ટાયર અને અન્ય સમાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને દુકાનમાં લાગવાયેલ CCTV કેમેરા ચેક કરતા કેમેરાના ફૂટેજમાં ચોરી કરી રહેલ તસ્કરો કેદ થયા હતા.પોલીસે CCTV ફુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

અંકલેશ્વરમાં 13 લાખના સમાનની ચોરી ઘટના CCTV માં કેદ

ABOUT THE AUTHOR

...view details