અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી ચોરી - સરદાર પટેલ હોસ્પિટલ
અંકલેશ્વરમાં આવેલાી સરદાર પટેલ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાં કામ કરતો કર્મચારી જ સ્ટોરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કર્મચારી રૂ. 7 હજારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચઃ અંકલેશ્વર શહેરમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારી ઉઝેરભાઈએ ડ્રોવરમાં રૂ. 5800 મૂક્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે જતા હતા. બુધવારે રાતે તેઓ નોકરી પર પરત આવ્યા હતા અને પોતે મૂકેલ રૂ. 5800 ડ્રોવરમાં ચેક કરતાં તેમાં પૈસા નહતા. આથી તેઓએ ફાર્માસિસ્ટ મેહુલ સુખડિયાને જાણ કરી હતી. મેહુલ સુખડિયાએ આની સ્ટાફ મેમ્બર્સની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પાસેથી નાણાં ન મળતા તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામાં મેડિકલ સ્ટોરમાં નોકરી પર આવેલો હેમંત ચૌહાણ નામનો કર્મચારી ચોરી કરતાં નજરે પડ્યો હતો. સ્ટોર સંચાલકે કુલ રૂ. 7 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તે અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી કરનાર હેમંત ચૌહાણની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.