ગુજરાત

gujarat

ETV Bharat / state

મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની યુવતી વર્ષે પકડાઈ - bharuch daily updates

ગુજરાતના 14 જિલ્લામાં તલાકસુદા યુવતીના 27 લગ્ન અને 3 સગાઈ કરાવનાર મલેશીયા કાંડની મુખ્યસૂત્રધાર વર્ષે પકડાઈ વર્ષ 2017માં મલેશિયામાં દેહવેપારના ધંધામાં ધકેલાયેલી ભરૂચની યુવતીને પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનારા ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી. મલેશિયામાં પ્રકાશમાં આવેલો આ સમગ્ર મામલો ભરૂચ પોલીસ સમક્ષ આવતાં શહેરની એક તલાકસુદા આ મહિલાને લગ્ન અને સગાઈની આડમાં પુરુષો સાથે નાણાકીય છેતરપિંડી કરી વેચી દેવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની યુવતી વર્ષે પકડાઈ
મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની યુવતી વર્ષે પકડાઈ

By

Published : May 29, 2021, 12:14 PM IST

  • પીડિતાને મલેશિયાથી વહીદાની ગેંગમાંથી છોડાવવા પાકિસ્તાનીએ મદદ કરી
  • નાણાકીય છેતરપિંડી કરી વેચી દેવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો
  • યુવતીને દેહવેપારમાં ધકેલનારા ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી

ભરૂચ: ભરૂચની તલાકસુદા યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી મલેશિયા દેહવેપારમાં ધકેલનારા 4 વર્ષથી વોન્ટેડ મલેશિયાકાંડની મુખ્ય સૂત્રધાર વહીદા ઉર્ફે મુન્નીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડ પકડી પાડી છે. પીડિતાને મલેશિયાથી વહીદાની ગેંગમાંથી છોડાવવા પાકિસ્તાનીએ મદદ કરી હતી.

એક યુવતીના 27 વખત કરાવ્યા લગ્ન

વર્ષ 2017માં મલેશિયામાં દેહવેપારના ધંધામાં ધકેલાયેલી ભરૂચની યુવતીને પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનારા ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી. મલેશિયામાં પ્રકાશમાં આવેલો આ સમગ્ર મામલો ભરૂચ પોલીસ સમક્ષ આવતાં શહેરની એક તલાકસુદા આ મહિલાને લગ્ન અને સગાઈની આડમાં પુરુષો સાથે નાણાકીય છેતરપિંડી કરી વેચી દેવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ ઉઠાવનારી ગેંગે યુવતીના ગુજરાતભરના 14 જિલ્લાઓમાં 27 જેટલા પુરુષો સાથે બોગસ લગ્ન તથા 3 સગાઈ કરાવી તેમની પાસેથી નાણાં ખંખેરી થોડાંક દિવસો સુધી યુવતીને પત્ની તરીકે તેમની સાથે રાખી પરત ભગાડી લાવતાં હતા.

આ પણ વાંચો:નિર્ભયા કાંડ: દોષીતોની ફાંસીને એક વર્ષ, ન્યાયિક જીતનો જશ્ન મનાવાયો હતો

યુવતીની લાચારીનો ઉઠાવ્યો ફાયદો

ભરૂચ શહેરની સામાન્ય પરિવારની એક મુસ્લિમ યુવતીનાં લગ્ન શહેરના લાલબજાર વિસ્તારમાં રહેતાં એક યુવાન સાથે થયાં બાદ ત્રણ વર્ષ સુધી તેને કોઈ સંતાન ન થતા બંનેએ સંમતિથી તલાક લઈ છૂટા થયાં હતાં. આ ઘટના બાદ યુવતીએ અન્ય એક યુવાન સાથે લગ્ન કરતાં તે યુવાનને તેજ યુવતીની બહેન સાથે પ્રેમ થઈ જતાં બીજા લગ્નમાં પણ યુવતીને નિષ્ફળતા મળી હતી અને તે નિરાશ થઈ ગઈ હતી. દરમિયાન આ યુવતી એક વહીદા નામની સ્ત્રીનાં સંપર્કમાં આવી હતી . વહીદા તેને પોતાનાં ઘરે જબદસ્તી લઈ ગઈ હતી. ત્યારબાદ વહીદાએ યુવાન વયની અને લગ્નમાં નિષ્ફળ ગયેલી યુવતીની મજબુરીનો લાભ લઈ તેને લગ્ન અને સગાઈના નામે વેચવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો.યુવતીનાં જે પુરુષ સાથે લગ્ન થતાં હતાં. તે પુરુષ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતા હતા ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ યુવતીને પરત લઈ જઈ થોડાંક દિવસોમાં નવા મુરતિયા શોધી યુવતીને તેમનાં હવાલે સોંપી નાણાં લઈ રીતસર યુવતીને વેચવાનો લાંબા અરસાથી ગોરખધંધો ચલાવી રહ્યાં હતાં.

મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની યુવતી વર્ષે પકડાઈ

2017માં મલેશિયા પોલીસે પણ કરી હતી ધરપકડ

2017 માં વહીદા અને તેની બહેન મોહંમદીએ યુવતીને સ્ટિકર વેચવાનો ધંધો કરવાની વાત કરી મલેશિયા લઈ જઈ ત્યાં દેહવેપારના ધંધામાં જબરદસ્તી ધકેલવાની કોશિશ કરી હતી. ત્યારે મલેશિયાની લાહોર હોટલમાં તેની બાજુના રૂમમાં રોકાયેલાં એક પાકિસ્તાની નાગરિકને તેણે પોતાની સાથે થઈ રહેલી જબરદસ્તીની ઘટના જણાવી હતી.

આ પણ વાંચો:બીકરુ કાંડ: વિકાસ દુબેના સાથીદારોએ નકલી આઈડી પર મેળવ્યા હતા હથિયારોના લાયસન્સ

મલેશિયામાં પાકિસ્તાની નાગરિકે યુવતીને બચાવી

પાકિસ્તાની નાગરિકે યુવતીને પોતાનો મોબાઈલ નંબર આપી કોઈપણ તકલીફ પડે ત્યારે કોન્ટેક કરવા જણાવ્યું હતુ. દરમિયાન ગત 4 મે 2017 ના રોજ યુવતી હોટલમાંથી ભાગી છૂટવામાં સફળ થયાં બાદ તેણે પાકિસ્તાની નાગરિકનો સંપર્ક કરી મદદની ગુહાર લગાડતાં પાકિસ્તાની નાગરિકે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીને સમગ્ર ઘટના બાબતે જણાવતાં મલેશિયા પોલીસે તાત્કાલિક અસરથી યુવતીને દેહવેપારમાં ધકેલવાની કોશિશ કરનાર ભરૂચની વહીદા અને મોહંમદીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા. મલેશિયામાં સજા ભોગવી ચુકેલી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ ભરૂચ પરત ફરી હતી. બીજી તરફ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડને તે તેના ઘરે આવી હોવાની માહિતી મળતા 4 વર્ષથી મલેશિયા કાંડમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર મુન્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details