ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ધોરણ 10નું પાંચમાં વર્ષમાં સૌથી નીચુ પરિણામ - result of standard 10

આજે મંગળવારે ધોરણ 10 બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જિલ્લાનું છેલ્લા પાંચ વર્ષનું સોથી નીચું 54.13 ટકા પરિણામ આવ્યું છે.

Bharuch
Bharuch

By

Published : Jun 9, 2020, 2:33 PM IST

ભરૂચઃ આજે મંગળવારે ધોરણ 10 બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં જિલ્લાનું છેલ્લા પાંચ વર્ષનું સોથી નીચું 54.13 ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10 બોર્ડનું આજે મંગળવારે પરિણામ જાહેર કરવામા આવ્યું છે. જેમાં જીલ્લાનું 54.13 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે છેલ્લા પાંચ વર્ષમાંથી સોથી નીચું પરિણામ આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2016માં 64.20 ટકા, વર્ષ 2017માં 69.71 ટકા, વર્ષ 2018માં 70 ટકા, વર્ષ 2019માં 66.24 ટકા તો વર્ષ 2020માં 54.13 ટકા પરિણામ આવ્યું છે.

જો જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં એ વન ગ્રેડમાં 45 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં 19449 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 10,528 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. જિલ્લાના ગ્રેડ વાર પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 45 વિદ્યાર્થી, A2માં 492 વિદ્યાર્થીઓ, B1માં 1152 વિદ્યાર્થીઓ, B2 માં 2147 વિદ્યાર્થીઓ , C1માં 3550 વિદ્યાર્થીઓ અને C2માં 2861 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 13 છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 9 છે. ભરૂચ જિલ્લામાં 32 કેન્દ્રો પર ધોરણ 10 બોર્ડની પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં સોથી વધુ અંકલેશ્વર જીઆઈડીસી કેન્દ્રનું 81.20 ટકા જ્યારે સોથી ઓછુ વાલિયા કેન્દ્રનું 24.75 ટકા પરિણામ આવ્યું છે.



ABOUT THE AUTHOR

...view details