ભરૂચ: કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોનાનો આંક 1400ને પાર પહોચ્યો છે. નવા નોધાયેલા કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1414 પર પહોચી છે.
શુક્રવારે આવેલા પોઝિટિવ કેસમાંથી ભરૂચમાં 6, અંકલેશ્વરમાં 8, ઝઘડિયામાં 2 અને વાલિયા તેમજ નેત્રંગમાં કોરોનાનો 1-1 પોઝેટીવ કેસ નોધાયો છે. તો સામે 23 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 1200 દર્દીઓ સજા થતા રજા આપવામાં આવી છે. જયારે જિલ્લામાં કોરોનાના 189 દર્દીઓ સારવાર હેઠળ છે. તો 25 દર્દીઓના મોત થયા છે.