ભરૂચ: જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,200ને પાર પર પહોંચી છે. 17 ઓગસ્ટ, સોમવારના રોજ નવા નોંધાયેલા 16 કેસ સાથે જીલ્લામાં કોરોના કેસની સંખ્યા 1,212 પર પહોંચી છે.
ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. ભરૂચ જીલ્લામાં પ્રત્યેક 100 કેસ કઈ તારીખે નોંધાયાની વિગત:
8 એપ્રિલ-01 પોઝિટિવ કેસ
16 જૂન- 100 પોઝિટિવ કેસ
27 જૂન-200 પોઝિટિવ કેસ
5 જુલાઈ-300 પોઝિટિવ કેસ
9 જુલાઈ-400 પોઝિટિવી કેસ
14 જુલાઈ-500 પોઝિટિવ કેસ
17 જુલાઈ-600 પોઝિટિવ કેસ
22 જુલાઈ-700 પોઝિટિવ કેસ
26 જુલાઈ-800 પોઝિટિવ કેસ
30 જુલાઈ-900 પોઝિટિવ કેસ
4 ઓગસ્ટ-1000 પોઝિટિવ કેસ
11 ઓગસ્ટ-1100 પોઝિટિવ કેસ
17 ઓગસ્ટ-1200 પોઝિટિવ કેસ
કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 1,212 પોઝિટિવ કેસ પૈકી 24 દર્દીના મોત નીપજ્યા છે. તો, 1,008 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જીલ્લામાં કોરોનાના 180 દર્દીઓ સારવાર હેઠળ છે. સોમવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા 627 સેમ્પલ લેવામાં આવ્યા હતા.