ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોંચી - Corona-positive

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોચી છે. જેમાં ઝઘડિયાના વણાકપોર ગામના એક વ્યક્તિને કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Apr 18, 2020, 3:48 PM IST

Updated : Jun 4, 2020, 3:13 PM IST

ભરૂચ : શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે જિલ્લામાં આજે વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. ઝઘડીયા તાલુકાના વણાંકપોર ગામના એક વ્યક્તિને કોરોના વાઈરસ પોઝેટીવ આવ્યો છે. વણાકપોર ગામનો આ વ્યક્તિ વડોદરાના કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.

જેમાં તેને અવિધા ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. તેમજ બાદમાં તેનો રીપોર્ટ આવતા તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા તેને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Last Updated : Jun 4, 2020, 3:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details