- ભત્રીજાએ ભાંગની ગોળી ખાતા કાકાએ માર્યો તમાચો
- ઉશ્કેરાયેલા ભત્રીજાએ સગા કાકાની કરી હત્યા
- પોલીસે ભત્રીજાની કરી ધરપકડ
અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા આરામ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક ચાલકની હત્યાના પ્રકરણમાં શહેર પોલીસે સગા ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાકાના હત્યા પ્રકરણમાં સગા ભત્રીજાની ધરપકડ
મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે રહેતો રામલાલ ઉર્ફે મામા જાદવ પોતાના ભત્રીજા વિઠ્ઠલ જાદવ ગોંડલથી ટ્રકમાં ડુંગળી ભરી આંધ્રપ્રદેશ જવા નીકળ્યો હતો. તેઓ અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં રોકાયા હતા તે દરમિયાન ભત્રીજાએ ભાંગની ગોળીઓ ખાધી હતી. જે બાબતે કાકાએ ભત્રીજાને ઠપકો આપી તેને તમાચો મારી દીધો હતો. આ બનાવથી સગા ભત્રીજાને રીસ ચડતા કાકાને પથ્થર મારી તેઓની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારબાદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં હત્યારા વિઠ્ઠલ જાદવને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.