ભરૂચમાં નર્મદા નદી સિઝનમાં ત્રીજી વખત 24 ફૂટની ભયનજક સપાટીને પાર પહોચી છે. જેના પગલે નદી કાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની 135.75 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમમાંથી તબક્કાવાર 4 લાખ અને બાદમાં 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થઇ રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રીજ નજીક નર્મદા નદીએ સિઝનમાં ત્રીજી વખત 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી. જેના પગલે ગોલ્ડનબ્રીજ ઝુપડપટ્ટીમાં પાણી ભરાયા હતા અને 70 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
નર્મદા નદી સિઝનમાં ત્રીજી વખત ભયનજક સપાટીને પાર
ભરૂચઃ નર્મદા નદી સિઝનમાં ત્રીજી વખત ભયનજક સપાટીને પાર પહોંચી છે. ગોલ્ડન બ્રીજ ઝુપડપટ્ટીમાંથી 70 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
bharuch
નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતા નદી કાંઠાના 20 ગામના લોકોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. જો કે, નર્મદા ડેમમાંથીથી પાણીની આવક ઘટી રહી છે. જેના કારણે નર્મદા નદીની સપાટી પણ સ્થિર થઇ છે. આથી હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી આમ છતાં કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.